ચૈત્રી પૂનમના મેળાના બીજા દિવસે શ્રધ્ધાનો મહાસાગર છલકાયો
યાત્રાધામ બહુચરાજીમાં મેળાના બીજા દિવસે ત્રણ લાખ શ્રદ્ધાળુ ઉમટ્યાં. પદયાત્રા કરી તથા વાહનોમાં આવેલા ભક્તોએ માતાજીનાં ચરણોમાં શિશ ઝુકાવ્યા ગરમી વચ્ચે પણ ભક્તોનો અવિરત વહેતો પ્રવાહ. યાત્રાધામ બહુચરાજી ખાતે રવિવારથી ચૈત્રી પૂનમૂના ત્રિ-દિવસય મેળાનો પ્રારંભ થતાં લાખ્ખો ભક્તો દર્શને આવી રહ્યા છે. પ્રથમ દિવસે બે લાખથી વધારે ભક્તોએ માતાજીનાં દર્શન કરવા સાથે મનોરંજનના સાધનોનો મજા માણી હતી. જ્યારે બીજા દિવસે સોમવારે પણ ભક્તોનો પ્રવાહ અવિરત રહ્યો હતો. મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજનથી ગરમી વચ્ચે પણ ભક્તોએ સરળતાથી માતાજીનાં દર્શન કર્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.