૬૪ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સ્થાપના દિવસની ઉજવણીને આનંદોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી.
ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા આજે ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪ વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો ત્યારે આ સ્થાપના દિવસની ઉજવણી ને મંડળ ધ્વારા આનંદોત્સવ તરીકે ઉજવણી કરે છે ત્યારે આ મંગળ દિને આ શૈક્ષણિક સંકુલનું મુખપત્ર “માજુમ” નું મુખ્ય વક્તા લેખક એવા અંકિત ત્રિવેદી ધ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાઓનાં વિદ્યાયાત્રા માં જે લોકો એ સેવા આપી નિવૃત થયેલ પરિવારજનોનું તેમજ સંસ્થાને આપેલ દાતાઓ ધ્વારા દાન તેમજ અનેક મહાનુભાવો બહુમાન કર્યું હતું.આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના કાર્યકારી કુલપતિ ડો.રોહિતકુમાર દેસાઈ સમાંરભના અધ્યક્ષ નવીનચંદ્ર મોદી પ્રમુખ મ.લા.ગાંધી કેળવણી મંડળ તેમજ અન્ય મંત્રીઓ તેમજ મહાનુભાવો ડો.ઘનશ્યામભાઈ શાહ, પરેશભાઈ મહેતા, ધીરેનભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ મોદી, મહેન્દ્ર મામા તેમજ ઉદ્યોગપતિ મહાસુખભાઈ પટેલ જેવા અનેક લોકો આ કાર્યક્રમ ની શોભા વધારી હતી.ત્યારે આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો.સંતોષ દેવકર સાહેબ ધ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે તેમના સંચાલન ધ્વારા અધ્યાપકો તેમજ આમંત્રિત મહેમાન ના મન મોહી લીધા હતા.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.