અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વેપારીને ફોન તથા e – mail થી ધમકી આપી ૧.૩ કરોડની ખંડણી માંગનારને ગણતરીના કલાકોમાં પકડી લીધા.
વસ્ત્રાપુરના વેપારીને તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી એક કરોડથી વધુની ખંડણી માંગેલ જેમાં ખંડણી માંગનાર વ્યક્તિએ વેપારીને કહેલ કે, “તુમ્હારા લડકા લંડન મે પઢતા હે ઉસકી મુજે સુપારી મીલી હૈ", તેમ કહીને રૂપિયા ૧.૩ કરોડ માંગતા જે બાબતે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૦૨૨૦૬૩ ૨/૨૦૨૨ ઇપીકો કલમ-૩૮૭, ૫૦૭, ૫૦૬(૨) મુજબનો ગુનો ફરીયાદીશ્રી દાખલ કરાવેલ,
ઉપરોક્ત ગુનામાં ફરીયાદીના દિકરાને મારી નાખવાની ધમકી આપી રૂ.૧,૦૩,૫૦,૦૦૦/- જેટલી માતબર રકમ ખંડણી પેટે માંગવા જેવી ગંભીર બાબત હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ની આપવામાં આવેલ સુચના આધારે મદદનીશ પોલીસ
કમિશ્નર શ્રી ના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ. બી.એસ. સુથાર, પો.ઇન્સ. એ.ડી.પરમાર તથા પો.સ.ઇ. બી.યુ. મુરીમા, વા.પો.સ.ઇ. એમ.ડી. મકવાણા તથા હે.કો.પરીમલભાઇ હસમુખ ભાઇ ઇન્દ્રપ્પાના ઓ સ્કોડના માણસો સાથે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી બાબતે ટેકનીકલ સર્વેલન્સ મારફત તપાસમાં હતા દરમ્યાન ફરીયાદી ને ફોન કરી તેમજ મેઇલ કરી ધમકીઓ આપી ખંડણી માંગનાર વ્યક્તિ તરીકે (૧) મોહનરાજ જયબાલમ સેંગુંદર ઉ.વ.૩૦ રહે-એચ/૧૦૨, શરણંમ એલીગન્સ, પાણીની ટાંકીની સામે, ન્યુ મણીનગર,અ.વાદ શહેર તથા તેના મદદગાર તરીકે (૨) મોહન ગવન્ડર રહે-મણીનગર અમદાવાદ ના હોવાની હકીકત શોધી કાઢી બન્નેને પકડી લઇ આ
ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે,
ધરપકડ કરાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મુખ્ય આરોપી મોહનરાજ જયબાલમ સેંગુંદરનો પ્રાઇવેટ બેન્કમાં નોકરી કરતો હોય, ફરીયાદી ના એકાઉન્ટ નંબરો તથા ફરીયાદીની કંપની તથા તેના e - mail આઇ.ડી. તથા ફરીયાદી તથા તેમના પરીવાર જનોના મોબાઇલ નંબર તથા ફરીયાદી ના રહેણાંક તેમજ પરીવારજનોની હકિકતથી વાકેફ હતા આરોપી એ aumpatel43346@gmail. com નુ ખોટુ ઇમેઇલ આઇ.ડી. બનાવી તે આધારે એપ ડાઉનલોડ કરી તેના પરથી ફોન કરેલા તેમજ આ ખોટા ઇમેઇલ આઇ.ડી. ઉપરથી ફરીયાદી ને ધમકી ભર્યા મેસેજથી રૂ.૧,૦૩, ૫૦,૦૦ ૦/- ની ખંડણી પેટે માંગણી કરેલ જે માહીતી આધારે ફરીયાદી ને ટાર્ગેટ કરી મોટી રકમ ની ખંડણી માંગવાનો ગુનો આચરેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે જે ગુનાની વધુ તપાસ પો.ઇન્સ.એ.ડી.પરમાર નાઓ ચલાવી રહેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.