સાબરકાંઠા જિલ્લાના ઇલોલ અને કનાઇ ગામે આજરોજ શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.
સાબરકાંઠા જિલ્લાના ઇલોલ અને કનાઇ ગામે આજરોજ શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.આવનારા દિવસોમાં તહેવાર મોહરમ હોવાથી ઇલોલ અને કનાઇ ગામ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી તારીખ 17 જુલાઈ ના રોજ મુસ્લિમ પવિત્ર તહેવાર મોહરમ 10 મી તારીખ નો જુલુસ હોવાથી ઇલોલ ગામ અને કનાઇ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી જેમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી ગોસ્વામી તેમજ પીએસઆઇ શ્રી પરમાર તેમજ ઈલોલ આઉટ પોસ્ટ જમાદાર તેમજ સ્ટાફ હાજર રહ્યા ઇલોલ ગામે શાંતિ સમિતિની ગામના સર્વે આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા અને પોલીસ દ્વારા જુલુસના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું.ત્યારબાદ હિંમતનગર તાલુકાના કનાઇ ગામે ગામના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી તેમજ જુલુશની વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી.આ મિટિંગમાં કનાઇ ગામના મુસ્લિમ આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.