લીલીયા પોલીસ દ્વારા 101 વિદેશી દારૂની બોટલનો નાશ કરાયો
લીલીયા પોલીસ સ્ટેશનમાં સને-૨૦૨૨ થી ૨૦૨૪ ના વર્ષમાં રજીસ્ટર થયેલ દારૂબંધીના વિદેશી દારૂના ગુન્હાઓમા કબ્જે કરેલ પરપ્રાંતનો વિદેશી દારૂ નામ. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબશ્રી, લીલીયા મોટાનાઓના હુકમ મુજબ દારૂનો જથ્થો નાશ કરવા અંગેનો હુકમ કરેલ હોય જેના કામે લીલીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.જે.ગીડા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અમરેલી વિભાગ, તથા સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ (SDM )સાવરકુંડલા, તથા નશાબંધી શાખા અધિક્ષક એમ.બી.સોલંકી અમરેલી, મામલતદાર લીલીયા કે.બી.સાંગાણી નાઓ હાજર હોય તેમજ અત્રે લીલીયા પો.સ્ટે.ના ક્રાઇમ રાયટર હેડ લલીતભાઇ એમ. શ્રીમાળી નાઓ હાજર હોય જેમની ઉપસ્થિતિ માં કુલ નાની મોટી વિદેશી દારૂ ની બોટલ નંગ 101 જેમની કિંમત રૂપિયા 17353/- ના વિદેશી દારૂ ની બોટલો નો નાશ કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
