કોવિડની સારવારનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વળતર ચુકવવા હુકમ
સુરતઘરે આઇસોલેશનમાં રહીને સારવાર કરાવી શકાઇ હોત તેવું કારણ આપી રૃા.34 હજારનો ક્લેઇમ નકારી કાઢયો હતોકોવિડ-19ની
સારવાર પેટે થયેલા ખર્ચનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત
કુલ રૃ.34,927 તથા ફરિયાદખર્ચ અને હાલાકી બદલ રૃ.5 હજાર વીમાદારને ત્રીસ દિવસમાં
ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ આર.એલ. ઠક્કર તથા સભ્ય
રૃપલબેન બારોટે હુકમ કર્યો છે.
પુણા
ગામમાં રવિ દર્શન સોસાયટીમાં રહેતા ફરિયાદી જમન ઠાકરશી અકબરી પોતાના તથા પરિવારના
સભ્યોની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીની કુલ રૃ.3.75 લાખના રકમની
મૂલ્ય ધરાવતી ફેમીલી હેલ્થ ઓપ્ટીમા ઈન્સ્યુરન્સ પ્લાન ધરાવતા હતા. દરમિયાન
ફરિયાદીના પત્નીને તાવ, બેચેની તથા શરીરમાં પીડા થતાં એપ્રિલ-2021માં હોસ્પિટલમાં નિદાન કરાવતા
કોવિડ-19નો રિપોર્ટ આવતા સારવાર પેટે થયેલા કુલ રૃ.34,927નો
ખર્ચ થતા વીમા કંપનીને ક્લેઇમ કર્યો હતો. પણ કંપનીએ પોલીસી શરતના ભંગના ગણાવી તે
નામંજુર કર્યો હતો. વીમા કંપનીએ જણાવ્યું હતું કે ફરિયાદીની પત્ની ઘરે આઈસોલેશનમાં
રહીને સારવાર મેળવી શક્યા હોત. જેથી
વીમાદારે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ ખરી હતી. કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા હુકમ
કરી જણાવ્યું હતું કે, કોવિડ-19 જેવી ગંભીર બિમારીની સારવાર
કઈ પધ્ધતિથી તેમજ કેટલા સમય માટે લેવી તે જે તે સારવાર આપનાર તબીબ જ નક્કી કરી શકે
છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.