તબીબી વ્યવસાયીને ક્લેઇમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ

તબીબી વ્યવસાયીને ક્લેઇમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ


સુરતરેડીયોલોજીસ્ટ વીમાદારની વૃધ્ધ પત્નીના ક્લેઇમ અંગે યોગ્ય જવાબ પણ વીમા કંપનીએ નહી આપતા ગ્રાહક કોર્ટે કાન આમળ્યોઆમઆદમીના
ઈન્સ્યોરન્સ ક્લેઈમની પ્રક્રિયામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીએ તબીબી વ્યવસાય સાથે
વર્ષોથી જોડાયેલા રેડીયોલોજીસ્ટની પત્નીનો ક્લેઈમ ચુકવવા તો ઠીક જવાબ આપવામાં પણ
બેદરકારી દાખવતા ગ્રાહક કોર્ટે ડોકટરને વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત રૃા.1.80 લાખ
ચૂકવવા હુકમ કર્યો છે.પીપલોદ
ખાતે રહેતા તથા સુરતના સૌ પ્રથમ રેડીયોલોજીસ્ટ એવા ફરિયાદી ડૉ.જગદીશચંદ્ર  જી.દેસાઈ 1992 થી નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીનો
પોતાનો તથા તેમની પત્નીનો 3 લાખનો પર્સનલ એક્સીડેન્ટ ઈન્સ્યુરન્સ પોલીસી હતી.  દરમિયાન પોલીસીના 23માં વર્ષે ફરિયાદીના પત્ની
જ્યોતિબેને ઘરમાં પડી જતા જમણા પગે ઘુંટણમાં ઇજાની સપ્ટેમ્બર-2016માં હોસ્પિટલમાં
દાખલ થઇ સર્જરી કરાવી હતી. પણ હોસ્પિટલમાં રજા આપ્યાના એકાદ મહિનામાં તેમનુ નિધન
થયું હતું.નિવૃત્ત
ફરિયાદી ડોકટરે પત્નીની તબીબી સારવારના રૃા.1.80 લાખના ખર્ચનો ક્લેઇમ કર્યો હતો.
પરંતું લાંબા સમય સુધી વીમા કંપનીએ ક્લેઈમ તો ઠીક ફરિયાદીને જવાબ આપવાની તસ્દી પણ
લીધી નહોતી. જેથી ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.  સુનાવણી બાદ સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના
પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્યો પુર્વીબેન જોશી, ડૉ.તિર્થેશ મહેતાએ વાર્ષિક 7 ટકાના વ્યાજ
સહિત રૃ.1.80 લાખ તથા ફરીયાદ ખર્ચ-હાલાકી બદલ રૃ.5 હજાર ચુકવવા વીમા  કંપનીને હુકમ કર્યો છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »