ઉનાળાની સિઝનમાં જસદણમાં નદીઓ નાળા રહેલ પશુ, પંખીઓ અને પક્ષીઓની ચિંતા કરતા જીવદયા પ્રેમીઓ
ઉનાળાની સીઝન શરૂ થઈ છે તે દરમિયાન જસદણમાં ભાદર નદીમાં પાણી સુકાતા અમુક માછલીઓ અને કાચબા જેવા જીવો ને રહેવું મુશ્કેલ થતું હોય છે ત્યારે જસદણમાં ભાદર નદીમાં માછલીઓ પક્ષીઓ કાચબા જેવા જીવો માટે જીવ દયા પ્રેમી આલાભાઇ પોલાભાઈ ગળિયા તેમજ દીપુભાઈ વાઘેલા એ આ જીવો માટે પોતાના સ્વખર્ચે કપરા ઉનાળામાં ઓઇલ એન્જિન મશીન તથા હોજ પાઇપ ડીઝલનો તાત્કાલિક ખર્ચો કરી પાદર નદીના નજીકમાં કૂવામાંથી પાણીના સ્ત્રોતને નાના ખાડામાં વહેડાવા માટે વ્યવસ્થા કરી હતી અને વલખા મારી રહેલ માછલીઓ પાણીમાં ઉછળવા લાગી હતી નવું જીવનદાન મળ્યું હતું. તેમજ આ પશુ પ્રેમીઓ દ્વારા જીવો, અને મૂંગા પશુ પંખીની ચિંતા કરી અનોખું ઉદાહરણ દાખવ્યું હતું. અને આ પ્રકાર કામગીરી જોઈ અન્ય વ્યક્તિઓ પણ સેવા કરી તેવી દીપુભાઈ વાઘેલા, આલાભાઇ ગળિયા, તેમજ પત્રકાર વિજયભાઈ ચૌહાણ નમ્ર અપીલ કરી હતી.
હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.