પીખોર ગામમાં ખુલ્લે આમ છરી લઈને આંતક મચાવતા આરોપીને ગણત્રીના કલાકો ઝડપી પાડતી માળીયા હાટીના પોલીસ - At This Time

પીખોર ગામમાં ખુલ્લે આમ છરી લઈને આંતક મચાવતા આરોપીને ગણત્રીના કલાકો ઝડપી પાડતી માળીયા હાટીના પોલીસ


પીખોર ગામના મહિલા સરપંચના પતીને જાનથી મારી નાંખવાની ધમકી વારો વિડીયો વાયરલ થતા આવારા લૂખા તત્વો સામે માળીયા હાટીના પોલીસે કરી લાલ આંખ

માળીયા હાટીના તાલુકાના પીખોર ગામના ફરિયાદી મગનભાઈ રામજીભાઈ કણસાગરાના ધર્મપત્ની હાલ પીખોર ગામના સરપંચ તરીકે સેવા બજાવી રહ્યા ત્યારથી પીખોર ગામના ગૌચર જમીન માંથી માટી ભરવાની સખ્ત મનાઈ કરેલ હોય જેમનું મન દુઃખ રાખી આરોપી વિશાલ વલ્લભ પરમાર દારૂ પીઈને મગનભાઈ રામજીભાઈ કણસાગરાને અપશબ્દ કાઢી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે 294 (ખ) , 506 (2) 135 મુજબની જુદી જુદી કલમ દાખલ કરી માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થતા psi બી.કે.ચાવડા ના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવા ચક્રગતિમાન તેજ કર્યા હતા આતકે asi વીરાભાઈ કોડીયાતર અને દિલાવરસિંહ મોરી સહિતના પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં કલાકમાં વિશાલ વલ્લભ પરમારને ઝડપી પાડી આગળની વધુ પૂછ પરછ માળીયા હાટીના પોલીસે હાથ ધરી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon