અલંગ નજીક આવેલ મણાર ગામમાં પાંચ વર્ષના બાળકની થયેલ હત્યાની તપાસ કરવા બાબતે સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ મહુવા તાલુકા સંગઠન દ્વારા આજે મામલતદારશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી - At This Time

અલંગ નજીક આવેલ મણાર ગામમાં પાંચ વર્ષના બાળકની થયેલ હત્યાની તપાસ કરવા બાબતે સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ મહુવા તાલુકા સંગઠન દ્વારા આજે મામલતદારશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી


મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા મણાર ગામમાં જે બાળકની હત્યા કરી હતી તેના વિરોધમાં.મહુવા તાલુકાના તમામ ગામના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મહુવા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું.આરોપી ને તાત્કાલિક પકડી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરે અને કડક સજા આરોપીને મળે તેવી લેખિત તેમજ મૌખિક રજૂઆતો સમાજ દ્વારા કરવામાં આવી હતી તળાજા તાલુકાના વિસ્તારમાં અલંગ પોલીસ સ્ટેશનની નીચે આવેલ મણાર ગામમાં એક નિર્દોષ બાળકની અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવી હતી આ બાળકની શોધ ખોળ બાદ બાળકના અવશેષો અલગ અલગ જગ્યાએથી મળ્યા હતા તેમજ બાળકનું દફતર તળાવની પાળેથી મળ્યું હતુ સમગ્ર ઘટના બાબતમાં પોલીસ તપાસ ચલાવી રહી હતી પરંતુ લાંબો સમય વીતી જતા બાળકના વાલીઓને ન્યાય નથી મળ્યો તેવા આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતને લઈને.મહુવા તાલુકાના તમાંમ ગામના સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ મહુવા તાલુકા સંગઠન દ્વારા મહુવા સેવા સદન ખાતે મહુવા મામલતદારને આવેદનપત્ર આપીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને કડકમાં કડક આરોપીને સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી તેમજ અલંગ પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ કરી આરોપીને તત્કાલ પકડી અને જેલ હવાલે કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.