ડભોઈ નગરમાં વિવિધ સંગઠનો દ્વારા મોરબીની દુર્ધટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવા પ્રાર્થના સભાઓ યોજાઈ - At This Time

ડભોઈ નગરમાં વિવિધ સંગઠનો દ્વારા મોરબીની દુર્ધટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવા પ્રાર્થના સભાઓ યોજાઈ


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

ગત રવિવારે મોરબીનો ઝુલતો પુલ ધરાશાયી થતાં આ ગોઝારી ઘટનામાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને લઈ આજરોજ સમગ્ર રાજ્યમાં રાજ્ય વ્યાપી શોક મનાવવામાં આવ્યો હતો. જેના પગલે ડભોઇ નગરમાં આવેલ વિવિધ સરકારી કચેરીઓમાં પણ અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
મોરબીના દિવંગતોના આત્માની શાંતિ માટે ડભોઈ નગરમાં વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો, અને સરકારી કચેરીઓ દ્રારા વિવિધ સ્થળોએ શ્રધ્ધાંજલિ અને પ્રાર્થના સભાઓ યોજાઇ હતી. શોકના માહોલ વચ્ચે ડભોઈ નગરના નગરજનો મોરબીની પડખે ઊભા છે તેવું વાતાવરણ ઊભું થયું હતું.
ડભોઈ નગરના ટાવર ચોક ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા )ની આગેવાનીમાં ભાજપના વિવિધ કાર્યકરો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજાઇ હતી. આ ઉપરાંત સાંજે સાત વાગે આ દિવ્યાંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મીણબત્તી દ્વારા જ્યોત પ્રજવલિત કરી રહેલી સ્વરૂપે નીકળી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ડભોઈનગરમાં યોજાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon