રાજકોટ ગર્ભનુ જાતીય પરીક્ષણ કરી ગર્ભપાત કરી આપનાર મહીલા વિરૂધ્ધ કાર્યવાહી કરતી SOG.
રાજકોટ શહેર તા.૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતીઓ તદ્દન નાબુદ કરવા સારૂ સૂચના કરેલ હોય, જે અન્વયે SOG P.I એસ.એમ.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ SOG શાખાના માણસો જયદિપસિંહ ચૌહાણ તથા અનોપસિંહ ઝાલા નાઓને સચોટ માહિતી મળેલ કે સરોજબેન હિમંતભાઇ ડોડીયા નામની મહીલા ગર્ભનુ ગેરકાયદેસર જાતીય પરીક્ષણ કરે છે તેવી હકિકત મળેલ હોય, જે માહિતીના આધારે રાજકોટ શહેરના મ્યુનીશીપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.મૌલીકભાઇ ઠાકર્તાઓને રૂબરૂ મળી હકિકત સમજ કરેલ અને ડમી સગર્ભા/ગ્રાહક તરીકે મહીલા પો.કોન્સ મીતલબેન વજુભાઇ ગોહિલ તથા તેમના બહેન તરીકે મહીલા પો.કોન્સ મોનાબેન બુસાનાઓ તરીકે રાખી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પકડી પાડવા ટ્રેપ ગોઠવી એક મહીલાને પકડી પાડવામાં આવેલ છે. અને તેમના વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. સરોજબેન વિનોદભાઇ રમણીકભાઇ ડોડીયા ઉ.૪૦ ધંધો.હોમકેર નીંગ સારવાર રહે.રઘુવીર સોસાયટી શેરીનં.૪ રાજકોટ. સોનોગ્રાફી મશીન-૧ કિ.૪,૦૦,૦૦૦ પરીક્ષણ કરવામા ઉપયોગમા લેવાતી જેલ બોટલ-૧, પ્લાસ્ટીક નુ ટેલબ-૧ કુલ કિ.૪,૧૦,૧૫૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશન P.C એન્ડ NPT એકટ કલમ-૩,૪,૬,૧૮ તથા નિયમ ૩,૪,૬, તથા IPC કલમ-૩૧૫,૫૧૧ મુજબ ગુનો દાખલ થયેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
