ઇડર તાલુકામાં ચંદન ચોરીના ગુન્હામા તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની પુષ્પા ગેંગના ત્રણ ઇસમોને ૪,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે જિલ્લા LCB એ ઝડપ્યા - At This Time

ઇડર તાલુકામાં ચંદન ચોરીના ગુન્હામા તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની પુષ્પા ગેંગના ત્રણ ઇસમોને ૪,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે જિલ્લા LCB એ ઝડપ્યા


ઇડર તાલુકામાં ચંદન ચોરીના ગુન્હામા તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની પુષ્પા ગેંગના ત્રણ ઇસમોને ૪,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે જિલ્લા LCB એ ઝડપ્યા

ઇડર તાલુકામાં છેલ્લા ત્રણેક માસથી ચંદનના ઝાડ કાપી સુંગધીદાર લાકડાવાળા ભાગનુ લાકડુ ચોરી કરી તેમજ ચંદન ઝાડો કાપી નુકશાન કરવાના બનેલ ગુન્હાઓને શોધી કાઢવા સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચંપાવતના માગૅદશૅન મુજબ પો.સ.ઇ. એસ.જે.ચાવડા તથા પો.સ.ઇ. એન.આર.ઉમટની રાહબરી હેઠળ એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી તથા સાથે સાથે ઇડર પોલીસ સ્ટેશન તથા જાદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ કમૅચારીઓની ટીમો બનાવી ચંદન ચોરીના ગુન્હાઓમા અગાઉ પકડાયેલ ગુનેગારો ચેક કરી તથા ચંદન ચોરીના ગુનાઓના અસરગ્રસ્ત વિસ્તારોના સી.સી.ટી.વી ચેક કરી ટેકનિકલ સવૅલન્સ કરી આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા એક્શન પ્લાન તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં દિવસ રાત પેટ્રોલિંગ રાખી આજરોજ તા ૧૫-૬-૨૨ ની રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમ્યાન ઇડર ભીલોડા હાઇવે રોડ ઉપર મોહનપુરા ફાટક પાસે રોડ ઉપર ચંદન ચોર ટોળકીના રોહનસિંહ પુશવા (પારઘી) તથા રેતલસિંહ પુશવા (પારઘી) તેમજ વોરંટી પુશવા (પારઘી) તમામ રહે મધ્યપ્રદેશ હાલ રહે ઇડર બાલાજી કોમ્પ્લેક્સ પાછળ સહકારી જીન માકૅટ પાસે ખુલ્લા મેદાનમાં ને યામાહા એફ.ઝેડ.મોટરસાયકલ GJ 08 AN 9115 કિ.રૂ. 24 હજાર, મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂ. 16 હજાર તથા લોખંડની કરવતની પટ્ટીઓ નંગ-4, કુહાડી નંગ-1, તથા કોદાળી નંગ-1, તથા ચંદનના 20 કિલો ગ્રામ લાકડા કિ.રૂ. 1 લાખ મળી કુલ કિ.રૂ. 1,40,000 નો મુદ્દામાલ ઝડપી પાડી તે આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણપૂર્વક સઘન પુછપરછ કરતા તે આરોપીઓએ સઘન પુછપરછ ના અંતે છેલ્લા અઢી એક માસથી ઇડર ખાતેના બાલાજી કોમ્પ્લેક્સ પાછળના મેદાનમાં તેમની ગેંગના અન્‍ય સ્ત્રી પુરૂષો સાથે મળી પડાવના અન્‍ય સગીરા બાળ કિશોરોને પણ આવા ગુનાઓ કરવા પ્રોત્સાહીત કરી સગીર બાળા કિશોરોની પણ મદદગારી મેળવી ઇડર તાલુકાના ચાંડપ, સૂર્યનગરકંપા, બડોલી, ફિચોડની સીમમાં ચંદન ચોરીના અનેક ગુનાઓ આચરેલાની કબૂલાત કરી તે ગુનાઓ પૈકીનો કેટલોક ચંદનના લાકડાઓનો જથ્થો તેમની ગેંગના અન્‍ય સ્ત્રી પુરૂષો મારફતે ઉત્તરપ્રદેશના કનોજ ખાતે કથિત સમીર નામના ઇસમને વગે કરેલાની કબૂલાત કરી અન્‍ય કેટલોક ચંદનના લાકડાઓનો જથ્થો સુયૅનગર કંપાની સીમમાં જમીનમાં દાટી દિધેલ તે બતાવતા ત્યાંથી કિ.રૂ. 3 લાખના ચંદનના લાકડાનો અન્‍ય જથ્થો કબ્જે કરી કુલ કિ.રૂ 4,40,000 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓને ઇડર પોલીસ સ્ટેશન ખાતે સોપવાની તજવિજ હાથ ધરવામાં આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon