ઉપલેટામાં મોડી રાત્રે પોલીસે દારૂ પાર્ટી કરી રહેલા નબીરાઓ પાસેથી પૈસાનો તોડ પર કર્યો અને કાર્યવાહી બતાવવાનું કહીને પ્રોહિબિશનની ફરિયાદ દાખલ કરીને ચાર દારૂના ચપલા પણ બતાવ્યા હોવાનો થયો ઘટસ્પોટ
નશાની હાલતમાં ઝડપાયેલા વ્યક્તિઓના નામ જાહેર ન કરવા અને અને દારૂની બાબતને મીડિયામાં જાહેર ન કરવાની બાબતનો પણ તોડ કર્યા હોવાની સૂત્ર પાસેથી પાક્કી માહિતી સામે આવી
બનાવ સમયે ઝડપાયેલ વ્યક્તિઓ પૈકીના વ્યક્તિએ મીડિયાને પાક્કી માહિતી આપી છે કે ઉપલેટા પોલીસે ૬૦ હજાર રૂપિયાનો તોડ પણ કર્યો છે છતાં પણ પોલીસ ફરિયાદ નોંધી
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫,ઉપલેટા શહેરમાં મોડી રાત્રે દારૂ પાર્ટી કરી રહેલા નબીરાઓની પાર્ટી દરમિયાન બહારની પોલીસ આવી જતા સ્થાનિક પોલીસને બોલાવી રેડ કરી દર્શાવી છે અને નશામાં મળી આવેલ વ્યક્તિઓને રંગે હાથ અંદાજિત આઠથી દસ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા હતા જેમાં આ નશાની હાલતમાં ઝડપાયેલા વ્યક્તિઓ અને મળી આવેલ દારૂના જથ્થા પૈકીનો અમુક જથ્થો ઉપલેટા પોલીસ દ્વારા પોલીસ ફરિયાદમાં બતાવીને ઉપલેટાની એક પ્રતિષ્ઠિત અને વેપારી પેઢીના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે જેમાં આ બનાવમાં ઉપલેટા પોલીસે નશાની હાલતમાં ઝડપાયેલા અને દારૂના મુદ્દામાલ બાબતે જેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે તે વ્યક્તિઓ સહિતનાઓ પાસેથી આ સમગ્ર બાબત મીડિયામાં જાહેર ન કરવા માટે અને ફક્ત દેખાવ પૂર્તિ પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કહીને ૬૦ હજાર રૂપિયાનો તોડ કર્યા હોવાની માહિતી સામે આવી છે.
આ બાબતમાં મીડિયાના સુત્રો અને જે તે સમયે રંગે હાથ અને પાર્ટી કરી રહેલ ખુદ નબીરાઓ દ્વારા પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ખુદ તેમના દ્વારા જ આ સમગ્ર હકીકત મીડિયાને જણાવવામાં આવ્યું છે કે, તેમની પાસેથી પોલીસે પૈસાનો તોડ કર્યો છે છતાં પણ પોલીસ ફરિયાદ દાખલ કરતા તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે અને પૈસાનો વેડફાટ પણ થયો છે ત્યારે આ બાબતમાં મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બહારની પોલીસ આવી હતી અને આ નબીરાઓની પાર્ટીમાં વિઘ્ન બની હતી જે બાદ ઉપલેટા પોલીસને બોલાવી અને નશાની હાલતમાં ઝડપાયેલા વ્યક્તિઓ અને દારૂના જથ્થા સહિતની બાબતોને પતાવટ કરવા માટે રૂપિયા ૬૦ હજારની તોડ કરી કર્યો છે ત્યારે આ તોડબાજી કર્યા બાદ પણ પોલીસે ચાર જેટલા દારૂના ચપલા ઝડપ્યા હોવાનું અને ઉપલેટાની એક પ્રતિષ્ઠિત પેઢીના વ્યક્તિના નામની પોલીસ ફરિયાદ નોંધી છે જેમાં પોલીસ ફરિયાદમાં પણ સંપૂર્ણ બાબત ઉપજાવી કાઢેલ હોવાનું પણ મીડિયાના સૂત્રો પાસેથી પાકી માહિતી સામે આવી છે ત્યારે મીડિયામાં કોઈ બાબત ન દેવાનું કહીને મીડિયાના નામે પણ તોડ કરવામાં આવ્યો હોવાનું મીડિયાને માહિતી મળતા હવે મીડિયા અને જાહેર જનતા આવી બાબતોમાં પોલીસને શંકાના નજરથી જોઈ રહી છે કારણ કે, અગાઉ પણ મીડિયાના નામે કેટલાય તોડ કર્યા હશે અને કેટલી બાબતોની પ્રેસનોટ જાહેર ન કરવાના કેટલા રૂપિયા તોડ કર્યા હશે તેની પણ ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે આ પ્રકારના કિસ્સા અગાઉ પણ અનેક વખત બની ચૂક્યા હોવાનું અને પ્રતિષ્ઠિત પેઢી વેપારી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ મીડિયામાં ન દેવા કે, તેમના નામની પ્રેસનો જાહેર ન કરવાના પણ ઉપલેટા પોલીસે તોડ કર્યા હોવાની માહિતી મીડિયા સમક્ષ આવી છે ત્યારે હવે આ બાબતે આગળના દિવસોમાં ઉપલેટા પોલીસમાં કાંઈક નવાજૂની ના તપેલા ચડશે તે પણ નક્કી છે કારણકે પોલીસ પોલીસના નામે તો ઠીક છે પણ મીડિયાના નામે પણ તોડ કરતી હોવાના અગાઉ અનેક જગ્યાઓ ઉપર કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે હવે મીડિયામાં આ માહિતી આવતા હવે પોલીસ મીડિયા ઉપર દબંગ આઈ કરશે તો ખોટી દબંગાઈ કરનાર પોલીસને જબરો જવાબ દેવાની પણ મીડિયાની તૈયારી હોવાનું સામે આવ્યું છે.
અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે
