ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ ની કામગીરી અંતર્ગત ઓનલાઇનરજીસ્ટ્રેશન ફરજીયાત કરવા બાબત
સાબરકાંઠા/અરવલ્લી જિલ્લાની જાહેર જનતાને જણાવવાનુ કે, ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો ૨૦૧૩ અંતર્ગત રાજ્યમાં નાણાં ધિરધારની પ્રવ્રુતિ નિયમન કરવામાં આવે છે. જે અંતર્ગત નવા રજીસ્ટ્રેશન તેમજ રજીસ્ટ્રેશન રિન્યુ કરવા અંગેની અરજીઓ હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે. જે કામગીરી ઝડપી સરળ બને તે હેતુસર, ડીઝીટલ તથા પેપરલેસ વહીવટના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૨ ના રોજ રાજ્યમાં ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ તથા નિયમો ૨૦૧૩ ની જોગવાઇઓના અસરકારક અમલ માટે E-COOPERATIVE PORTAL લોંચ કરવામાં આવ્યું છે.
રજીસ્ટ્રાર જનરલ ઓફ મનીલેન્ડર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૧૭/૦૬/૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક: વહટ/૦૧/ક/ધિરધાર/૩૨૬/૨૦૨૨ થી ઉક્ત પોર્ટલ અંતર્ગત હવે પછી સાબરકાંઠા/અરવલ્લી જિલ્લામાં રજીસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ, કક્ષાએ ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમની વિવિધ કલમો હેઠળ થતી નાણાં ધિરધાર કરનારાઓના નવીન રજીસ્ટ્રેશન તેમજ રીન્યુઅલની અરજીઓ ઓનલાઇન (ONLINE) જ સ્વીકારવાની રહેશે અને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ સહિત તમામ પ્રક્રિયા ઓનલાઇન (ONLINE) જ રહેશે. ઓનલાઇન (ONLINE) રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ તેમજ હેલ્પડેસ્ક નંબર નીચે મુજબની છે.
વેબસાઇટ:- www.e.cooperative.gujarat.gov.in હેલ્પડેસ્ક નંબર:- ૦૨૭૭૨-૨૪૦૮૯૯ (સાબરકાંઠા) ૦૨૭૭૪-૨૫૦૨૨૭ (અરવલ્લી)
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.