રૃા.32.34 લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ, તેટલી જ રકમનો દંડ
સુરતદર્શન જેમ્સ એન્ડ જ્વેલરીના સંચાલકે આપેલા ચેક રીટર્ન થયા હતા ઃ દંડ ભરે તો ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમવ્યવસાયિક
સંબંધોના નાતે રૃ.32.34 લાખના હાથ ઉછીના આપેલાં નાણાના પેમેન્ટના ચેક રીટર્ન
કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચેતનકુમાર આર.મોદીએ એક
વર્ષની કેદ, રૃ. 32.34 લાખનો દંડ ફટકાર્યો હતો.ડાયમંડના
ધંધા સાથે સંકળાયેલા મહાવીર કોર્પોરેશનના ફરિયાદી પાવરદાર નિમેશ રમેશ મહેતા (રે.રીવરક્રિષ્ટ એપાર્ટમેન્ટ, અઠવાલાઈન્સ) અને દર્શન
જેમ્સ એન્ડ જ્વેલરીના આરોપી સંચાલક વિશ્રાંત દર્શન રૃવાલા (રે.ભટ્ટી શેરી, બેગમપુરા)ને ધંધાકીય સંબંધોના નાતે વર્ષ-2017માં કુલ રૃ.34 લાખ
હાથ ઉછીના આપ્યા હતા. જેના પાર્ટ પેમેન્ટ પેટે અગાઉ રૃા.3 લાખ અને ત્યારબાદ
રૃા.32.34લાખની લેણી રકમના ચેક આપ્યા હતા તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવી
હતી. કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા અને દંડનો હુકમ કર્યો
હતો. જો દંડ ન ભરે તો વધુ ચાર માસની કેદ અને દંડ ભરે તો ફરિયાદીની લેણી રકમ વળતર
તરીકે ચૂકવવા હુકમ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.