ફરી એકવાર GST ગરબા ચર્ચામાં "ગરબા પર ટેક્સ નાખ્યો છે તો આઈપીએલ પર કેમ ટેક્સ નથી નાખતા" - ઈસુદાન ગઢવી

ફરી એકવાર GST ગરબા ચર્ચામાં “ગરબા પર ટેક્સ નાખ્યો છે તો આઈપીએલ પર કેમ ટેક્સ નથી નાખતા” – ઈસુદાન ગઢવી


આ નવા નિશાળીયાઓને સરકાર ચલાવતા નથી આવડતું તેમ કરી સરકાર પર પ્રહારો કર્યા હતા.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ફેસબુક પર વીડિયો જારીને મોંધવારીથી લઈ ડ્રગ્સ વગેરેના મુદ્દાઓ ઉછાળ્યા હતા.

ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ગુજરાતના ગરબા પર ટેક્સ લગાવીને હિન્દુ સમાજની લાગણીઓ ભાજપ સરકારે દુભાવી છે. ગરબા પર ટેક્સ નાખ્યો છે તો આઈપીએલ પર ટેક્સ નાખોને તેમાં કેમ ટેક્સ નથી નાખતા. હું હર્ષ સંઘવીને કહેવા માંગું છું કે, કોરોનામાં 15 લાખ બિલ મુક્યું હતું તો કેમ તમે મફતનું છોડતા નથી. ભાજપે હવનમાં હાટકા નાખવાનું બંધ કરી દેવું જોઈએ. બંગાળમાં અમિત શાહે ચૂંટણીમાં ફ્રી વીજળી આપવાની વાત કરી હતી તો શા માટે ગુજરાતમાં આ જાહેરાત નથી કરવામાં આવતી.
ગાયોના કતલો થઈ રહ્યા છે, ગૌ માતાના રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે પરંતુ કેમ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જોહાર નથી કરવામાં આવતી. આ નવા નિશાળીયાઓને સરકાર ચલાવતા નથી આવડતું તેમ કહી સરકાર પર પ્રહારો કર્યા હતા.

આરવિંદ કેજરીવાલ ગુજરાતને વધુ એક ગેરન્ટી આપશે
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. આવતી કાલે બપોરે 1 વાગ્યે તેઓ જામનગર પહોચશે ત્યાર બાદ 3 વાગ્યે વેપારીઓ સાથે ટાઉનહોલમાં સભા કરશે. તેમાં પણ વેપારીઓને ધ્યાનમાં રાખીને જીએસટી મુદ્દે વેપારીઓ સાથે ચર્ચા કરાશે. ત્યાર બાદ સાંજે 5 કલાકે વડોદરામાં તેઓ પહોચશે. બીજા દિવસે 7 ઓગષ્ટના રોજ બોડેલીમાં જનસભાને સંબોધન તેઓ કરશે. ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ વધુ એક ગેરેન્ટી ગુજરાતને આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »