બેરોજગારીના કારણે દંપતિ ઝઘડી પડયું: પતિનો આપઘાત
શહેરના એસટી વર્કશોપ પાછળ, આંબેડકરનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ચનાભાઈ પરમાર (ઉ.વ.36)એ ગઈકાલે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા માલવીયા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે પરિવારની પુછપરછ કરતા મૃતકે અત્રે 11 વાગ્યે પોતાના ઘરે છતના ઝુમર ટીંગાળવાના હુકમાં દોરી બાંધી પગલું ભરી લીધુ હતું. બનાવ વખતે પત્ની સુતા હતા. તેને જાણ થતા પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકોએ મહેન્દ્રભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
જયાં તેને મૃત જાહેર કરાયા હતા. પરિવારના જણાવ્યા મુજબ મહેન્દ્રભાઈ મજુરી કરતા હતા. થોડા દિવસોથી કામ ન મળતુ હોવાથી બેરોજગાર હતા જેથી પત્ની સાથે ઝઘડો થયો હતો તેનું લાગી આવતા પગલું ભરી લીધાનું અનુમાન છે. માલવીયાનગર પોલીસના હેડકોન્સ્ટેબલ રાજદીપસિંહ ઝાલાએ કાગળો કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. મૃતકને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.