‘દારૂ ન પીવો હોય તો છોકરી મોકલ’નું કહી બે લુખ્ખાએ ગુપ્તીથી હુમલો કર્યો - At This Time

‘દારૂ ન પીવો હોય તો છોકરી મોકલ’નું કહી બે લુખ્ખાએ ગુપ્તીથી હુમલો કર્યો


નાનામવા રોડ, નેહરુનગર-2માં રહેતા વીરભૂષણભાઇ કાંતિભાઇ ત્રિવેદી નામના પ્રૌઢ ધુળેટીએ બપોરે ઘર પાસે પરિવારજનો સાથે રંગથી રમી રહ્યા હતા. ત્યારે એક કારમાં કરણ બોરીચા અને પથુભા નામનો શખ્સ તેમની પાસે આવ્યા હતા. ત્યાં આવી પુત્ર કૌશિકને બોલાવી દારૂ પીવાની વાત કરી હતી. જેથી કૌશિકે ના પાડતા બંનેએ કહ્યું કે, તારે દારૂ ન પીવો હોય તો છોકરીઓને મોકલવાની વાત કરી હતી. જેથી કૌશિક અને વીરભૂષણભાઇના સાળાએ વિરોધ કરતા બંને શખ્સ ઉશ્કેરાય જઇને ગાળો ભાંડી તેમની કારને ભગાવી શેરીમાં પડેલા ત્રણ વાહનોને નુકસાન પહોંચાડી ભાગી ગયા હતા.

બાદમાં બંને શખ્સ પાછા આવી ઘરમાં ઘૂસી તોડફોડ કરી સાળાના ભાણેજ ધવલને તેમજ પુત્રી પર ગુપ્તીથી હુમલો કર્યો હતો. જેમાં બંનેને ઇજા થઇ હતી. તોડફોડ, હુમલો કર્યા બાદ જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ બાદ કરણની માતા ભાવનાબેન જીલુભાઇ કુંભારવાડિયાએ કૌશીકભાઇ, કૌશિકભાઇના પિતા અને તેમના સંબંધીઓ સામે પુત્ર કરણ તેમજ મિત્ર પથુભાને પથ્થરના ઘા ઝીંકી ઇજા પહોંચાડ્યાની તેમજ કારમાં નુકસાની કર્યાની માલવિયાનગર પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.