કુતિયાણાની એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

કુતિયાણાની એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


કુતિયાણાની એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કુતિયાણા ખાતે આવેલ એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વીપ નોડલ ઓફિસર્સશ્રીના ઉપક્રમે મતદાન જાગૃતિ સંદર્ભ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ થી વધુ યુવા મતદારોએ મતદાન માટે શપથ લીધા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સ્વિપ ટીમ દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ સ્વીપ કુતિયાણા તાલુકા ટિમ દ્વારા એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગે વિધાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. ત્યાર બાદ કોલેજમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે તેવા ૪૦૦ થી વધુ યુવા મતદાતાઓએ મતદાન માટે શપથ લીધા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon