રાજકોટ માટે એરપોર્ટ ઓથોરિટીએ ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી - At This Time

રાજકોટ માટે એરપોર્ટ ઓથોરિટીએ ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી


રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડશે આ સમાચાર સામે આવ્યા બાદ ભારે વિવાદ ઉભો થયો હતો. વિપક્ષ દ્વારા આ મામલે અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે હવે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ફલાઇટ મળશે. ભારે વિવાદ થયા બાદ આખરે એરપોર્ટ ઓથોરિટીએ જાહેરાત કરી છે.
રાજકોટ એરપોર્ટથી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં સવાર થઈ વિદેશ જવાનું સૌરાષ્ટ્રવાસીઓનું સપનું ચકનાચૂર થયું હતું ત્યારે હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓકટોબર મહિનાથી ઇન્ટરનેશનલ ફલાઈટ ભરશે ઉડાન. આ વિન્ટર શેડ્યુલમાં આંતરરાષ્ટ્રીય સૌરાષ્ટ્રવાસીઓને કનેક્ટિવિટી મળશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે બાદ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રવાસી જનતામાં ખુશીની લહેર છવાઈ છે.
હીરાસર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ થવાથી પેસેન્જર્સના વિદેશ આવાગમનથી ટ્રાન્સપોર્ટેશન, હોટેલઅને ફૂડ વ્યવસાયને બુસ્ટર ડોઝ મળશે. MSME સહિતના ઉદ્યોગોને ફાયદો થશે અને વિદેશ વેપાર વધશે. સાથોસાથ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફ્રીક્વન્સી વધશે અને સામાજિક, સાંસ્કૃતિક સમન્વય સાથે પર્યટનને વેગ મળશે.
આ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત વર્ષે ૨૭ જૂલાઈએ કરવામાં આવ્યું હતું. હજુ ઉદ્ઘાટનને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં લોકોની આશા ધૂળધાણી થઈ જવા પામી છે. આ એરપોર્ટને ઈન્ટરનેશનલ નામ અપાયા બાદ અહીંથી દુબઈ, બેંગકોક, થાઈલેન્ડ સહિતના દેશોની ફ્લાઈટ સૌથી પહેલાં શરૂ થશે અને આ ફ્લાઈટ કાયમી ટર્મિનલ તૈયાર થઈ ગયા બાદ મળવા લાગશે તેવી મસમોટી જાહેરાત એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા કરી દેવામાં આવી હતી. જો કે હવે આ બધું કાગળ ઉપર જ રહેશે કેમ કે જે ટર્મિનલ તૈયાર થઈ રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે સૌથી જરૂરી એવી કસ્ટમ્સ, ઈમિગ્રેશન સહિતના સુવિધાથી સજ્જ થઈ શકે તેમ ન હોવાનું ખુદ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ સ્વીકારી ચૂક્યા છે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે ૧૪૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે ત્યારે આ તમામ ખર્ચ માત્ર ડૉમેસ્ટિક એરપોર્ટ પાછળ જ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે જ્યારે ટર્મિનલ બની રહ્યું હતું ત્યારે કોઈનું ધ્યાન નહીં ગયું હોય કે અહીં કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન્સ ઑફિસ સહિતની સુવિધા શક્ય નથી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.