ખાણ ખનીજ ના અધિકારી ઓ જ ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો જવા દેતા હોય નો કથિત ઓડિયો ક્લિપ વાયરલ - At This Time

ખાણ ખનીજ ના અધિકારી ઓ જ ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો જવા દેતા હોય નો કથિત ઓડિયો ક્લિપ વાયરલ


*સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ ના અધિકારી જ ગેરકાયદેસર ખનીજ વહન મા મદદરૂપ ની ભુમિકા*

*કથિત ઓડીયો ક્લિપ માં ચોક્કસ ડમ્પરોને જવા દેવામાં થ‌ઈ રહ્યા છે મદદરૂપ*

સુરેન્દ્રનગર જિલ્લા માં ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ મામલતદાર વિભાગ ને જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવા માં આવેલ હતો કે ખનીજ ખનન વહન ગેરકાયદેસર સદંતર બંધ કરાવવા માં આવે તે માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ત્યારે એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં આક્ષેપો કરવામાં આવે છે કે ખાણ ખનીજ વિભાગ ની સરકારી ગાડી બોલેરો કે જેનો નંબર ૬૦૬ થી ખનીજ માફીયાઓ ઉલ્લેખ કરવામાં આવે છે તેના અધિકારી ચોક્કસ લોકોના ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો સેટિંગ કે હપ્તા થી પસાર કરાવી આપવામાં મદદરૂપ થાય છે અને વ્હાલાદવલા ની નિતીરિતી અપનાવી રહ્યા છે અનેક લોકો ના મોત ખનીજ ખનન માં થ‌ઈ રહ્યા છે જે મુદો રાજયસભા સુધી ગાજેલ હોય સાસંદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે રાજ્યસરકાર દ્વારા કડક કાર્યવાહી માટે ટીમો ને આદેશ આપેલ છે પરંતુ નીચેના ટીમ ના અધિકારી જ હપ્તાખોર હોય માટે સદંતર ખનન વહન બંધ કદાપી થતું નથી અને મસમોટા હપ્તા લ‌ઈ ને ગેરકાયદેસર ખાણો ખનીજ વહનને પ્રોત્સાહિત કરતાં હોય છે આવા અધિકારીઓ સામે જયારે સરકાર કડક હાથે કામ લેશે તો જ ખનીજ ખનન વહન ગેરકાયદેસર બંધ થશે ત્યારે વાયરલ ઓડિયો ક્લિપ ઘણું બધું કહી જાય છે કે તંત્ર ના અધિકારી કેટલા ભ્રષ્ટ થ‌ઈ ચુકયા છે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.