લીલીયા કેપીટલ ક્રેડિટ ના ચેકરીટર્ન કેસ મા અદાલતે બે બાકીદારોને ફટકારી સજા
એકવોકેટ શ્રી પાઠક ધારદાર દલીલો ગ્રાહય રહી
લીલીયા મોટા કેપીટલ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીમાંથી ધીરાણ મેળવી હપ્તા નહી ભરતા બાકીદાર દેવશીભાઈ છગનભાઈ કયાડા રહે. મુ.પુંજાપાદર નો ચેક રૂા. ૧,૯૦,૦૩૯ /- નો તથા અન્ય એક બાકીદાર રહે.લીલીયા નો ચેક રૂાં ૩૧,૩૧૦/- નો રીટર્ન થતા આ બંને બાકીદારો સામે મંડળીના મેનેજર ચેરમેન ભરતભાઈ શેખલીયાની સુચનાથી મંડળી ના મેનેજર સુરેશભાઈ શેખલીયા એ લીગલ એડવાઈઝર કિશોરભાઈ પાઠક મારફત લીલીયા કોર્ટમા ફોજદારી ફરીયાદ ફોજદારી કેસ નં ૬૪૯/૨૦૨૪ તથા ૩૬૬/૨૦૨૪ ના દાખલ કરતા અને કેસ ચાલી જતા અને શ્રી પાઠકની ધારદાર દલીલો ગ્રાહય રાખી નામદાર અદાલત દ્વારા બાકીદાર દેવશીભાઈ છગનભાઈ કયાડા ને બે વર્ષની સજા તથા ચેકની રકમ વળતર ચુકવવા તથા અન્ય એક બાકીદાર ને એકવર્ષ ની સાદી કેદ ની સજા કરવામા આવેલ અને ચેકની રકમ તથા તે પરનુ વ્યાજ સંસ્થાને વળતર ચુકવવા આદેશ કરેલ. અને વળતર નચુકવેતો વધુ ચાર માસ ની સજા ભોગવવા હુકમ કરેલ છે. આમ સજા ભોગગવા લીલીયાના પ્રિન્સીપાલ સિવલ જજ અને જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબે હુકમ કરેલ છે. આમ આ હુકમ થતા મંડળીના બાકીદારોમા ફફડાટ વ્યાપી ગયેલ છે. આમ એકજ મંડળી માં બન્ને બાકીદારોને સજા થતા લીલીયા શહેરના બાકીદારો મા સન્નાટો છવાયો હતો
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
