અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું.


અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું.
=અંકલેશ્વર તાલુકા સેવા સદન થી મતદાર જાગૃતિ રેલી યોજાય
=ભરૂચ રનિંગ ક્લબ ના યુવાનો પણ આ રેલી માં જોડાયા

અંકલેશ્વર

અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા ભરૂચ રનિંગ ક્લબ ના સહયોગ થી મતદાર જાગૃતિ રેલી યોજાય હતી અંકલેશ્વર તાલુકા સેવા સદન થી મામલતદારે લીલી ઝંડી બતાવી મતદાર જાગૃતિ રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી શહેર ના મુખ્ય માર્ગો ઉપર મતદારો એ મતદાન કરવા ના સંકલ્પ સાથે સિગ્નેચર કર્યા હતા

અવસર લોકશાહી અંતર્ગત નવા નોંધાયેલા તેમજ અન્ય મતદાતાઓ અવશ્ય પોતાના મતદાન ના અધિકાર નો ઉપયોગ કરી લોકશાહીના આ અમૂલ્ય પર્વ માં ભાગ લઇ પોતાની ફરજ બજાવે તે હેતુ સર અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાતાઓ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે તે હેતુ થી અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂત ની આગેવાની માં મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું. તાલુકા સેવા સદન થી નીકળેલ આ રેલીમાં ભરૂચ કલેકટર કચેરી ના નોડલ અધિકારી દિવ્યેશભાઈ પરમાર ,ભરૂચ રનિંગ ક્લ્બ ના ફાઉન્ડર કનિષ્ક વાઘેલા સહીત મામલતદાર કચેરી અને નગર પાલિકા કચેરી ના કર્મચારીઓ સાથે જાગૃત નાગરિકો પણ જોડાયા હતા. આ મતદાન જાગૃતિ રેલી અંકલેશ્વર ના મુખ્ય માર્ગો થઇ ભરૃચી નાકા ખાતે સંપન્ન થઇ હતી સાથે મતદારો એ પણ મતદાન કરવાના સંકલ્પ સાથે સિગ્નેચર કર્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon