ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં આલીદર ગામનાં ગાયત્રી પરિવાર દ્વારા સંયુક્ત શ્રી મહેતા શ્રીમતી ભાનુ જનરલ હોસ્પિટલ એવરેસ્ટ હોસ્પિટલ કોમ્પલેક્ષ પરિવાર દ્વારા આયોજિત ફી નિદાન કેમ્પ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં આલીદર ગામનાં ગાયત્રી પરિવાર દ્વારા સંયુક્ત શ્રી મહેતા શ્રીમતી ભાનુ જનરલ હોસ્પિટલ એવરેસ્ટ હોસ્પિટલ કોમ્પલેક્ષ પરિવાર દ્વારા આયોજિત ફી નિદાન કેમ્પ


તા:23 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં આલીદર ગામે ગાયત્રી પરિવાર તેમજ સ્વ:વાડીલાલ નંદલાલ શાહ તેમજ સ્વ:હીરાબેન વાડીલાલ શાહ એવરેસ્ટ મસાલાનાં સ્મારણાર્થે શ્રી મહેતા શ્રીમતી ભાનુ જનરલ હોસ્પિટલ દ્વારા આવતીકાલે એટલે કે તારીખ 24/7/2022નાં રોજ રવિવારે સવારે 9:00 કલાકે થી બપોરનાં 12 કલાક સુધી આ ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં આજુબાજુના આલિદર બોડીદર સોનપરા ઝાંઝરીયા અડવી ડોળાશા કાણકીયા કણેરી હરમડીયા એભલવડ પિછવી-પિછવા એભલવડ જેવાં ગ્રામ્ય વિસ્તારનાં અનેક ઞરીબ પરીવારનાં લોકોને ફી નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં ઘરે બેઠા આ ફી કેમ્પનો લાભ મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન શ્રી મહેતા શ્રીમતી ભાનુ જનરલ હોસ્પિટલ તેમજ ગાયત્રી પરિવારનાં જગમાલભાઈ પરમાર અને પી.કે પઢિયાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આ કેમ્પ માટે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ફરીને મહેતા હોસ્પિટલનો કર્મચારી સ્ટાફ હરિભાઈ જાખોત્રા મેહુલભાઈ જાદવ મેહુલભાઈ પરમાર રાજુભાઈ ગરથરીયા ઘરે ઘરે સ્ટેમ્પલેટ વેચીને લોકોને માહિતગાર કઈ રીતે કરવા અને આવાં ફ્રી કેમ્પનો લાભ કઈ રીતે લોકો સુધી મળી રહે એ માટે પણ જબરો પ્રચાર કરતાં જોવા મળ્યા હતા જેમાં આ નિદાન કેમ્પમાં આંખ વિભાગમાં જરૂરિયાત મંદ દર્દીઓને આંખનાં મોતિયાનું ઓપરેશન તદન ફ્રી તેમજ આંખના નંબર આંખનાં ડ્રોપ્સ ફ્રી કરી આપવામાં આવશે અને ઓથોપેટીક વિભાગમાં થાપા તથા ઘુંટણનાં સાંધા બદલવાના ઓપરેશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઘૂંટણ અને થાપાનાં સાંધાનો દુખાવો ચાલવામાં પડતી તકલીફ અને દુખાવો દાદરા ચડવા ઉતારવામાં પડતી તકલીફ સાંધાની આજુબાજુમાં સોજો કે ગાંઠો ઘુટણ તથા થાપાના સાંધા બદલવા તેમજ હાડકાને લગતા તમામ રોગનું નિદાન તમામ લાભાર્થીઓને ફ્રી કરી આપવામાં આવશે

ત્યારબાદ શ્રી મહેતા શ્રીમતિ ભાનુ હોસ્પિટલ એક જનરલ સાર્વજનિક હોસ્પિટલ હોય ત્યાં માં યોજનાઓ તેમજ આયુષ્યમાન કાર્ડમાં દરેક સર્જરી દરેક ઓપરેશનો પણ કરી આપવામાં આવે છે તો આ એક હોસ્પિટલ સતતે સતત 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ એટલે કે ઉનામાં શ્રી મહેતા શ્રીમતિ ભાનુ જનરલ હોસ્પિટલ આવેલી છે આ હોસ્પિટલ દ્વારા અનેક વખતો આવાં અનેક કાર્યક્રમો કરીને લોકોને માહિતીઞાર કરવાં અને સરકારશ્રીની તમાંમ યોજનાઓ માં યોજના આયુષ્યમાન કાર્ડ થી ઓપરેશનો ફી લાભ મળી રહે તેમજ ગરીબ લાભાર્થીને સારી સારવાર મળી રહે એ માટે આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આવતીકાલે રવિવારનાં રોજ જરૂરિયાત મંદ લાભાર્થીઓ આ ફ્રી નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેઇ એ માટે સંયુક્ત આલિદર ઞામ તેમજ ગાયત્રી પરિવારે હાંકલ કરી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.