દામનગર પોલીસ સ્ટેશન ખાતે એસ પી હિમકરસિંહ ની અધ્યક્ષતા માં લોકદરબાર યોજાયો
દામનગર પોલીસ સ્ટેશન ખાતે એસ પી હિમકરસિંહ ની અધ્યક્ષતા માં લોકદરબાર યોજાયો
દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સુપ્રીટેન્ડન ઓફ અમરેલી એસ પી હિમકરસિંહ ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો દામનગર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્પેક્ષન સ્થાનિક પોલીસ ની સતર્કતા થી નહિવત ક્રાઈમ અંગે પોલીસ કામગીરી ની સરાહના સાથે લોક દરબાર માં એસ પી હિમકરસિંહ નો લોકો સાથે સીધો સંવાદ દબંગ શાહુકાર ધારા ની જોગવાઈ વિરુદ્ધ ઉંચા વ્યાજે ધીરધાર ટ્રાફિક ચોરી ફ્રોડ આર્થિક ગુના શરીર સબધી ગુના અંગે જાગૃતિ પ્રેરક માર્ગદર્શન આપતા એસ પી હિમકરસિંહ આંતરિક સુરક્ષા માટે પોલીસ અને પ્રજા પરસ્પર સહકાર થી વિના સંકોચ પોલીસ પાસે સમસ્યા ઓ કહે તેવો અનુરોધ કરાયો
દામનગર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોકદરબાર માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ખૂબ મોટી સંખ્યા માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓની ઉપસ્થિતિ જોવા મળી રાજ્ય ની આર્થિક ઉન્નતિ માટે કાયદો વ્યવસ્થા ખૂબ મહત્વ ની બાબતો છે તે અંગે વિસ્તૃત માહિતી આપતા એસ પી હિમકરસિંહ નું મનનીય વકત્વ લોક દરબાર માં જાહેર જનતા ને અનુરોધ કોઈ પણ સંકોચ વગર અમરેલી જિલ્લા પોલીસ સુપ્રીટેન્ડન નો સંપર્ક કરવો અમરેલી જિલ્લા ની પોલીસ સતત જન હિત તત્પર છે તેની એસ પી હિમકરસિંહ દ્વારા ખાત્રી
એસ પી હિમકરસિંહ ની અધ્યક્ષતા યોજાયેલ લોક દરબાર માં ડેપ્યુટી ઓફ અમરેલી પોલીસ ભંડેરી સહિત ઉચ્ચ અધિકારી સ્થાનિક પોલીસ સ્ટાફ ની ઉપસ્થિતિ માં ખૂબ મોટી સંખ્યા માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી વેપારી ઉદ્યોગરત્નો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.