ચોમાસામાં શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકાની હેલ્પલાઈન હવેથી. 24 કલાક કામ કરશે. - At This Time

ચોમાસામાં શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકાની હેલ્પલાઈન હવેથી. 24 કલાક કામ કરશે.


ગાંધીનગરના નાગરિકોની સમસ્યાના ત્વરીત નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા ઇન્ટિગ્રેટેડ હેલ્પલાઇન સિસ્ટમ લોંચ કરવામાં આવી હતી. જેમાં નાગરિકો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફરિયાદ નોંધાવી શકતા હતા. જોકે, ચોમાસાની સ્થિતિને ધ્યાને લઈને હવેથી આ હેલ્પલાઇનને 24 કલાક સાતેય દિવસ શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદના પગલે વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પૂર્વતૈયારી અંગે આયોજન કરેલ છે. જે અંતર્ગત ભારે કે અતિભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિ સમયે જાહેર રસ્તાઓ કે જાહેર સ્થળોએ ભારે વરસાદને કારણે વૃક્ષો પડી જાય તો તેને તાત્કાલિક હટાવવાની કામગીરી તેમજ કોઈપણ માલહાની થાય તો ત્વરીત મદદ માટે હેલ્પલાઇન 24 કલાક અવિરત ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નગરજનો 18001081818 પર પોતાની ફરિયાદો નોંધાવી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon