ઉપલેટામાં યોજાઈ રહેલ લોકમેળાની નજીક હાઈ વોલ્ટેજ અને હાઈ સ્પીડ રેલવે લાઈન હોવા છતાં મેળા માટેના જવાબદાર તંત્રએ શૂરક્ષા માટે રેલવે વિભાગને કોઈ જાણ જ ન કરી હોવાનું સામે આવ્યું - At This Time

ઉપલેટામાં યોજાઈ રહેલ લોકમેળાની નજીક હાઈ વોલ્ટેજ અને હાઈ સ્પીડ રેલવે લાઈન હોવા છતાં મેળા માટેના જવાબદાર તંત્રએ શૂરક્ષા માટે રેલવે વિભાગને કોઈ જાણ જ ન કરી હોવાનું સામે આવ્યું


૨૫ હજાર વોલ્ટના રેલવે ટ્રેક પર ૧૧૦ કિ.મી. ની પૂરપાટ ઝડપે જતી માલગાડીઓમાં કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની રહેશે ?

ઉપલેટા રેલવે સ્ટેશન અધિક્ષકે મેળા માટેના જવાબદાર તંત્રની ઢીલાશની ખુબ નિંદા કરી સ્વેચ્છીક રીતે લોકોની સુરક્ષા માટે સેફટી ઉભી કરાવશે

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૨ ઓગસ્ટ ૨૦૨૪, રાજકોટ શહેરમાં થયેલા અગ્નિકાંડ બાદ આકરા નિયમો સૂચનો અને કડક નિયમોની અમલાવરી વચ્ચે ઉપલેટા શહેરમાં યોજાતા પારંપરિક મોજ નદી કાંઠેના મેળાનું આયોજન રદ થયું છે. આ રદ થયા બાદ ઉપલેટા શહેરના હેરિટેજ તાલુકા શાળાના ટાવર બિલ્ડિંગના ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર આ વર્ષે લોક મેળાનું આયોજન સ્થાનિક આગેવાનોએ સંયુક્ત રીતે કર્યું છે ત્યારે આ લોકમેળાની નજીક આવેલા હાઈ સ્પીડ રેલવે ટ્રેકને જાણે જવાબદાર તંત્રએ જોયો કે જાણ્યો ન હોય તેવી ગંભીર બાબત અને બેદરકારી સામે આવી છે. કારણ કે અહીંયા મેળાની સાવ નજીકથી હાઈ સ્પીડ અને લાંબી ગાડીઓ રોજની નીકળે છે ત્યારે મેળાની નજીકથી જ હાઈ સ્પીડ ટ્રેનો પસાર થાય છે છતાં મેળા નજીક પસાર થતા રેલવે તંત્રના રેલ્વે ટ્રેક હોવા છતાં મેળાનું આયોજન કરતા અને જવાબદાર તંત્ર દ્વારા રેલવે વિભાગને કોઈપણ જાણ ન કરતા સ્થાનિક મેળા માટેના જવાબદાર તંત્રએ લોકોના જીવની ચિંતા ન કરી હોવાનું સામે આવ્યું છે.

ઉપલેટા શહેરમાં યોજાયેલ મેળામાં મેળો શરૂ થાય તે પહેલા જ ટ્રાફિક થશે અને મેળામાં ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાશે તેવી પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. આ ઉપરાંત મેળો શરૂ થાય તે પહેલા જ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાઇ રહ્યા છે. આ મેળાનું આયોજન કરનાર તેમજ મેળાને સુરક્ષા અને સતર્કતાના ભાગરૂપે જે પણ તંત્રએ મંજૂરી આપી છે તે જવાબદાર તંત્ર એ મેળાના ગ્રાઉન્ડની નજીક આવેલ રેલવે વિભાગની કોઈ તકેદારી નથી લીધી. અહીંયા મેળાની સાવ નજીક હાઈ સ્પીડ રેલવે ટ્રેક છે કે જે રેલવે ટ્રેક પરથી હાલના સમયમાં ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ગાડીઓ પસાર થાય છે ત્યારે આ હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક અને ઇલેક્ટ્રીક પોલ નજીક આયોજન થયેલા મેળા અંગે રેલવે વિભાગને કોઈ જાણ ન થતા મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી મંજૂરી આપનાર તંત્રના શિરે ચોક્કસપણે આવી શકે છે.

અહીંયા ઉપલેટામાં રેલ્વે ટ્રેક નજીકના ગ્રાઉન્ડની અંદર આયોજન થતા મેળા અંગેની ઉપલેટાના રેલ્વે સ્ટેશનના સ્ટેશન અધિક્ષક એચ.વી. દેસાઈને સ્વૈચ્છિક રીતે જાણ થતા તેમને મેળામાં આવતા લોકોની પોતે સ્વેચ્છીક રીતે ચિંતા અને પરવાહ કરી છે અને સાથે જ મેળા માટેના આયોજકો અને જવાબદાર તંત્રની નિંદા કરી હતી. ઉપલેટામાં આ મેળાનું આયોજન થયું છે ત્યારે અહીંયા રેલ્વે ટ્રેક નજીક જ છે જ્યાં આ રેલવે ટ્રેક ઇલેક્ટ્રીક પાવર સપ્લાય વાળો રેલવે ટ્રેક છે કે જ્યાં ૨૫,૦૦૦ વોલ્ટ પાવર સપ્લાય છે અને ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી અહીંયા ટ્રેન પસાર થાય છે ત્યારે આ મેળામાં આવેલ કોઈ વ્યક્તિ આ હાઈ વોલ્ટેજ પાવર સપ્લાય અને હાઈ સ્પીડ રેલવે ટ્રેક પર ચડી આવશે તો ગંભીર અકસ્માત સર્જાશે શકે છે. ત્યારે આ મેળા નજીક કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે સ્ટેશન અધિક્ષકે સ્વૈચ્છિક રીતે લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવા માટે રેલવે તંત્રમાં દોડધામ શરૂ કરી છે અને સાથે જ જવાબદાર તંત્રની નિંદા કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હજુ પણ મેળાની મંજૂરી આપનાર તંત્ર રેલવેની આ હાઈ વૉલ્ટેજ અને હાઈ સ્પીડ રેલવે લાઈન અંગે સુરક્ષાના ભાગરૂપે પોતાની જવાબદારી નિભાવે છે કે નહીં તે તો જોવાનું રહ્યું. આ સાથે એવી પણ સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે કે આ મેળામાં સેફટી ના નિયમોનું યોગ્ય પાલન પણ નથી કરવામાં આવ્યું ત્યારે અહીંયા કોઈ ગંભીર અકસ્માત કે દુર્ઘટના થશે કે કોઈ થશે તો જવાબદારી કોના આવશે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.