સાયલા નજીક હાઇવે પર 3 કરોડ અને 80 લાખની લૂંટ કરી આરોપી ફરાર.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા નજીક અમદાવાદ રાજકોટ હાઇવે પર 3 કરોડની અને 80 લાખની કિંમતની ચાંદી અને ઈમીટેશન જ્વેલરીની લૂંટ થતા સમગ્ર ઝાલાવાડમાં ચકચાર મચી. સાયલા નજીક હાઇવે પર 1400 કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરીની લૂંટ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી. રાજકોટ આંગડિયા પેઢીના ડ્રાઇવર અને ક્લીનરને બંધક બનાવી લૂંટારૂઓ નાસી ગયા હતા. જેમાં લૂંટના બનાવ અંગે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે મળતી માહિતી મુજબ કંપનીની કારને અજાણી કારને આંતરી અને લૂંટ ચલાવી હતી. જ્યારે આઈ. જી, જિલ્લા એસ.પી અને એલ.સી.બી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા તમામ હાઇવે પર નાકાબંધી કરી દેવામાં આવી હતી. જ્યારે લૂંટારૂઓ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. હાલ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.
અહેવાલ..
જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર ..રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.