હું જાણું છું કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર ઉપર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ નેજ અવિચળ સમજનારા મહાજનો ને પ્રજા ની જેહાદ નથી અમરેલી જિલ્લા ના બનાવટી લેટર કાંડ મુદ્દે મોટા ગજા ના નેતા ઓની લોકપ્રિયતા વધવા ને બદલે ઘટી. ઠેર ઠેર થુંથુ થઈ રહ્યું છે શરમ સે ક્યાં શર્માના ના શરમ હમસે શરમાતી હે - At This Time

હું જાણું છું કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર ઉપર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ નેજ અવિચળ સમજનારા મહાજનો ને પ્રજા ની જેહાદ નથી અમરેલી જિલ્લા ના બનાવટી લેટર કાંડ મુદ્દે મોટા ગજા ના નેતા ઓની લોકપ્રિયતા વધવા ને બદલે ઘટી. ઠેર ઠેર થુંથુ થઈ રહ્યું છે શરમ સે ક્યાં શર્માના ના શરમ હમસે શરમાતી હે


હું જાણું છું કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર ઉપર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ નેજ અવિચળ સમજનારા મહાજનો ને પ્રજા ની જેહાદ નથી

અમરેલી જિલ્લા ના બનાવટી લેટર કાંડ મુદ્દે
મોટા ગજા ના નેતા ઓની લોકપ્રિયતા વધવા ને બદલે ઘટી. ઠેર ઠેર થુંથુ થઈ રહ્યું છે

શરમ સે ક્યાં શર્માના ના શરમ હમસે શરમાતી હે

અમરેલી જિલ્લા ની બહાદુર પોલીસ અને શૂરવીર નેતા સામે ખુલી ને આવી અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ

સતા ના મદ માં ભાન ભૂલી ફાટી ને ધુવાડે ગયેલ નેતા વિરુદ્ધ આક્ષેપ કરવો ગંભીર અપરાધ છે ? અમરેલી જિલ્લા ની બહાદુર પોલીસ અને શૂરવીર નેતા રહી રહી સામાજિક સંસ્થા ઓના પ્રેસર બાદ દીકરી નું નામ ફરિયાદ માંથી દૂર કરશે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારશે
જન પ્રતિનિધિ પરી પક્વ પાકટ બુદ્ધિશાળી શાલીન મિતભાષી સામાજિક સંવાદિતા ના હિમાયતી હોવા ના બદલે બુદ્ધિ ભ્રષ્ટ પુરવાર થઇ રહ્યા છે
સામાન્ય વ્યક્તિ ની મહત્તા નથી ત્યાં વળી માનવ અધિકાર કેવો ?
એક રૂપાળા લેટર પેડ ની મહત્તા કેટલી ?
નેતા ઓના લેટર પેડ ની આટલી બધી મહત્તા હોય તો કેટલાય લેટર પેડ થી કેટલાય કામો થઈ ગયા હશે ને ? એક સામાન્ય બનાવટી લેટર પેડ બનાવવા ના મુદા ને લઈ બનાવટી નોટ છાપયા જેવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ જેમ ગણી હોહા કરનાર નેતા પોતા શક્તિ બતાવવા હું કહું એમ જ થાય તેવું પ્રસ્થાપિત કરવા કઈ હદે જઈ શકે તે જોઈ ને શરમ થી માથું ઝૂકી જાય છે
મહિલા સશક્તિકરણ સ્વેદન શીલ શિસ્તબદ્ધ ગણાતી રાજકીય પાર્ટી ના બેફામ દોડતા ઘોડા ઓને લગામ આપવી જરૂરી અમરેલી જિલ્લા ની બહાદુર પોલીસ અને શૂરવીર નેતા ઓ ઉપર પ્રજા નો વિશ્વાસ ઉઠી રહ્યો છે જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ પ્રતિસ્પર્ધી ઓને કોઈ પણ રીતે પાડી દેવા ની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે કરસનદાસ માણેક ની એક પંક્તિ ઘણું કહી જાય છે
"હું જાણુ છું કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર ઉપર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ ને અવિચળ સમજનાર મહાજનો ને પ્રજા ની જેહાદ નથી ગમતી મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે|
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર, ને ગગનચુંબી મહેલો જનસૂનાં રહી જાય છે |
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનું ને મળે ના એક સુકું તણખલું. ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!"
અપાત્ર વ્યક્તિ ને મહત્તા વગર ઉચ્ચ પદ ની ખુરશી અપાય ત્યારે પ્રશાનીક વ્યવસ્થા તંત્ર અને પ્રજા બંને પીડાતી હોય છે પાડા ચારે તેવા નેતા ઓના આદેશ ને માથે ચડાવતા તંત્ર એ પણ વિચારવું જોઈ એ કાયદો તલવાર નહિ પણ ઢાલ બને તે જરૂરી બીજા ને પાડી દેવા પદ હોદા નો દૂર ઉપીયીગ કરે ત્યાં રૂકજાવ કહેવાની હિંમત તંત્ર એ દર્શાવવી જોઈ એ દેશ સંવિધાન બંધારણ થી ચાલે નેતા ઓની મનસૂફી થી નહિ ક્યારેક પરોઠા ના પગલાં ભરવા પડે અને ઢપકા ને પાત્ર ઠરી શકાય લેઉવા પટેલ સમાજ ની અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓના સ્ટેટ મેન્ટ બાદ હવે રહી રહી ને ફરિયાદ માંથી દીકરી નું નામ દૂર કરવા સમરી ભરવી પડે તે તંત્ર ની લા પરવાહી કહેવાય પોલીસ માટે થુકેલું ચાટવા બરાબર કહેવાય પોલીસે ફરિયાદ નોંધતા પહેલા બનાવ સંદર્ભે ફરિયાદ ને પૃષ્ટિ સમર્થન કરતા આધાર પુરાવા તપાસવા જોઈ એ નફ્ટ નેતા ઓના કારણે પોલીસ ની આબરૂ દાવ ઉપર મુકાય રહી છે અને રાજ્યભર માં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ના બેફામ નેતા ઓને લગામ માટે સિનિયર નેતા ઓએ હોર્નીગ આપવી જરૂરી પાર્ટી નું પદ પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડતા નેતા દૂધે ધોયેલા ક્યાં છે ? અમરેલી જિલ્લા ના મોટા નેતા એ તો ડાટ વાળીયો કોંગ્રેસ નું કાવતરું ગણાવ્યું એલા પાર્ટી ના જૂથવાદ માં કોંગ્રેસ ને શુ લેવા દેવા ? બનાવટી લેટર કોંગ્રેસ થોડો બનાવ્યો છે ? જિલ્લા ના મોટા નેતા એ સામાન્ય જ્ઞાન પણ નથી
પાર્ટી ના નેતા
શરમ સે ક્યાં શર્માના ના શરમ હમસે શરમાતી હે બેશર્મી ની હદ વટાવી રહ્યા છે બનાવટી લેટર મુદ્દે હોહા મચાવી પોતા ની લીટી લાંબી કરવા નીકળેલ નેતા અને પોલીસ બંને બે આબરૂ પ્રદેશ સુધી રજૂઆતો સરકાર ના પ્રવક્તા અને મંત્રી ઓ એ બચાવ માં ઉતરવું પડ્યું આગામી દિવસો માં ભાજપ ના પાટીદાર નેતા ઓએ જાહેર મંચ ઉપર જતા પણ વિચારવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગંદી અને હલકી રાજકીય વિચાર સરણી ખુલ્લી પડી ગઈ અમરેલી જિલ્લા ની પોલીસે જેટલી તત્પરતા બનાવટી લેટર મુદ્દે દેખાડી એટલી જ તત્પરતા લેટર માં થયેલ આક્ષેપો વિશે દેખાડી હોય તો પરિણામ કંઈક જુદું જ આવ્યું હોત લેટર માં લાખો ના હપ્તા વિશે અમરેલી હરિ રોડ ની દુકાને થી મોટા વહેવારો વિશે અગાઉ પણ એક મોટા ગજા ના પવિત્ર નેતા એ પણ ટ્વીટ કર્યા હતા ત્યારે સોસલય મીડિયા ના ટ્વીટ વિશે પણ ખાસી ચર્ચા ઓ મીડિયા અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.