વાવ મામલતદાર કચેરી ખાતે ઓબ્ઝર્વર પ્રભજોતસિંઘ દ્વારા બેઠક યોજી સો-ટકા મતદાન કરાવવાની અપીલ કરાઈ. - At This Time

વાવ મામલતદાર કચેરી ખાતે ઓબ્ઝર્વર પ્રભજોતસિંઘ દ્વારા બેઠક યોજી સો-ટકા મતદાન કરાવવાની અપીલ કરાઈ.


*વાવ મામલતદાર કચેરી ખાતે,, ઓબ્ઝર્વર પ્રભજોતસિંઘ દ્વારા સો-ટકા મતદાન કરવાની અપીલ કરાઈ.*

મામલતદાર કચેરી વાવ ખાતે વાવ-૭ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી પંચ દિલ્હીથી નિમાયેલા ઓબ્જરવર પ્રભજોત સિંઘની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિ અંતર્ગત સો ટકા મતદાનનો લક્ષ હાંસલ કરવા વાવ વિધાનસભા મતવિસ્તારમાં આવતા વેપારી,મહામંડળ,મેડિકલ,એસોસિએશન,ફાર્માસિસ્ટ,મંડળો, કરિયાણાના વેપારીઓ,પેટ્રોલ પંપ ઓનર્સ તથા ડોક્ટરો સાથે મુલાકાત કરી અને મત જાગૃતિ અંગે જુદા-જુદા બેનરો તથા ડિસ્કાઉન્ટ ની ઓફરો દ્વારા મતદારોને પ્રોત્સાહન મળે તેવી યોજનાઓ જાહેર કરવા માટે અપીલ કરવામાં આવી હતી,
આ અપીલને વધાવતા ડોક્ટર્સ દ્વારા મતદાતાઓને કેસ ફીમાં રાહત, પેટ્રોલ તથા દવાઓમાં ડિસ્કાઉન્ટ વગેરે આપીને વાવ વિધાનસભામાં સો ટકા મતદાનનું લક્ષ હાંસલ કરવાનો સંકલ્પ કરવામાં અવ્યો હતો.
સાથે મીડિયાના મિત્રોને પણ અપીલ કરી હતી કે પાંચ ડિસેમ્બરે અવશ્ય મતદાન કરીએ અને વાવ વિધાનસભા વિસ્તારમાં 100 ટકા મતદાન કરાવીએ તે અંગે લોકોને જાગૃત કરવા વિનંતી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.