મહિસાગર જિલ્લામાં કડાણા, ખાનપુર તાલુકામાં મૌન ટ્યુશન ક્લાસિસ દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકોને મફત સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર જિલ્લામાં કડાણા, ખાનપુર તાલુકામાં મૌન ટ્યુશન ક્લાસિસ દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકોને મફત સ્વેટર વિતરણ કરવામાં આવ્યું.


મહીસાગર જિલ્લા ના કડાણા તાલુકામાં ચાલતા મૌન ટ્યુશન ક્લાસ ના શીક્ષકો ની વિચાર ધારા શાળા માં અભ્યાસ કરતા અનાથ, દિવ્યાંગ અને અતિ ગરીબ બાળકો ના સ્વેટર વિના મૂલ્યે આપવાની પહેલ લીધી હતી જેમાં પરેશ ડામોર, મૌન સાધુ, પ્રજ્ઞેશ પ્રજાપતી, વિશાલ પ્રજાપતી વગેરેએ આ પહેલ પાર પાડવા સફળ કામગીરી કરી હતી.
મહીસાગર જિલ્લા ના કડાણા અને ખાનપુર તાલુકાની કુલ ૧૯ શાળાઓ માં ૨૮૭ સ્વેટર નું વિતરણ કરવા મહીસાગર જિલ્લા ના કડાણા અને ખાનપુર તાલુકાની ગરણીયા ડેરી, ખાતવા ડેરી, માછી ના નાધરા વગેરે ડેરી ઓ તેમજ ગામોના અગ્રણી વ્યક્તિઓ અને મૌન ટ્યુશન ક્લાસ ના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ એ આ પહેલ માં સહયોગ આપ્યો અને આ મિશન એક્યમ સફળ કરવા માટે મદદ કરી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.