રાજકોટ શહેર મહાનગરપાલિકા દબાણ હટાવ શાખાની કામગીરી.
રાજકોટ શહેર તા.૨૭/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.૨૦/૬/૨૦૨૨ થી ૨૬/૬/૨૦૨૨ ની શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૩૯ રેંકડી-કેબીનો શિવમપાર્ક, રેસકોર્ષ ગ્રાઉન્ડ, કૃષ્ણનગર મેઈન રોડ, ગાયત્રીનગર, આંનદ બંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચીબજાર, ગુમાનસીંહજી માર્કેટ, મવડી મેઈન રોડ, પટેલ ક્ન્યા છાત્રાલય, પુષ્કરધામ રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદી-જુદી અન્ય ૭૨ પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. શાસ્ત્રીમેદાન, શનીવારી બજાર, ગાયત્રીનગર મેઈન રોડ, જ્યુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પીટલ ચોક, રેલ્વે જંક્સન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૪૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન, આંનદ બંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૨૩,૬૮૦ વહીવટી ચાર્જ રેલનગર ઢેબર રોડ, ત્રિકોણબાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાનામૌવા રોડ, રૈયા રોડ, માટેલચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૩૨,૧૭૦ મંડપ ચાર્જ જે રેલનગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાનામૌવા રોડ, સાધુવાસવાણી રોડમાંથી વસુલ કરવામાં આવ્યો હતો, અને ૪૦૫ બોર્ડ-બેનરો જે ઢેબર રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, સંતકબીર રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.