રાજકોટ જીલ્લામાં લમ્પી વાયરસથી એક જ દિવસમાં 9 પશુના મોત; નવા 278 કેસ નોંધાયા - At This Time

રાજકોટ જીલ્લામાં લમ્પી વાયરસથી એક જ દિવસમાં 9 પશુના મોત; નવા 278 કેસ નોંધાયા


રાજકોટ તા.26
રાજકોટમાં લમ્પી વાયરસનો ભરડો વધતો હોય તેમ એક જ દિવસમાં વધુ 9 પશુઓના મોત નિપજયા હતા. જયારે નવા 278 કેસ નોંધાયા હતા. સરકાર દ્વારા રસીના વધુ 10000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા.

પશુપાલન વિભાગના રિપોર્ટ પ્રમાણે રાજકોટ જીલ્લામાં એક દિવસમાં વધુ 278 પશુઓ લમ્પી વાયરસથી સંક્રમીત માલુમ પડયા હતા અને આ સાથે કુલ કેસનો આંકડો 1000ને વટાવીને 1026 થયો હતો. એક જ દિવસમાં 9 પશુઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 16નો થયો છે.

પડધરી તાલુકામાં બે ગાય અને ચાર બળદ સહિત છ પશુ મોતને ભેટયા હતા. સાલપીપળીયા, પડધરી, જીલરીયા, બાધી, મોટીચણોલ તથા દહીસરડામાં એક-એક પશુનો ભોગ લેવાયો હતો. જામકંડોરણાના દડવીમાં બે ગાય તથા ધોરાજીના નાનીમારડમાં એક ગાયનું મૃત્યુ નિપજયુ હતું.

રાજયના વધુ આઠ ગામોમાં સંક્રમણ ફેલાયુ હતું. જીલ્લાના 80 ગામોમાં રોગચાળો પ્રસરી ગયો છે. 49 ટીમો દ્વારા તપાસ-રસીકરણ સહિતની કામગીરી જારી જ રાખવામાં આવી છે.

દરમ્યાન રાજકોટ જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગના નાયબ નિયામક ખાનપરાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 32347 પશુઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. રાજય સરકાર દ્વારા રસીના વધુ 10000 ડોઝ ફાળવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.