રળીયાતા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામા આવતા આનંદની લાગણી પ્રસરી જવા પામી.. - At This Time

રળીયાતા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામા આવતા આનંદની લાગણી પ્રસરી જવા પામી..


વિરપુર તાલુકાના રળીયાતા ગામે પીવાના પાણીના પ્રશ્ને લઈને મુખ્યમંત્રી રજુઆત કરાઈ હતી જેનો ગણગણાટ ચાલુ થતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે રળીયાતા ગામમાં પાણીની વ્યવસ્થા કરતા ગ્રામજનોએ ખુશી જોવા મળી હતી ત્યારે મળતી વિગતો મુજબ બોર્ડ નિગમના નવીન ધારાધોરણ મુજબ બાયપાસ કનેક્શન દૂર કરવા અર્થે ખેરોલી જુથ સુધારણા યોજનાની કામગીરી કરવામાં આવતા રળીયાતા ગામે જુની લાઇન રદ કરવામાં આવી હતી જેથી અગાઉના બાયપાસ કનેક્શનોથી પાણી પુરવઠો બંધ થયેલ પરંતુ ગામના કુવામાં પાણી હોવા છતાં ગ્રામ પંચાયત અને પાણી સમિતિ બેદરકારીના લીધે અન્ય વ્યવસ્થા હોવા છતાં કરવામાં આવતી નહોતી તેમજ બોરમા પાણી ખારાશ તેમજ પીવા લાયક ન હોવાથી ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી જેને પગલે ગ્રામજનોએ મુખ્યમંત્રી સહિતના અધીકારીઓ સહિત દૈનિક સમાચાર પત્રોમાં રજુઆત કરાઈ હતી ત્યારે પાણી પુરવઠા વિભાગ વિરપુર દ્રારા યુધ્ધના ધોરણે સંપની લાઇન બોરના કનેક્શન વાળી લાઇન સાથે જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સમગ્ર ગામમાં પીવા લાયક પાણી મળતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.