મોરવા હડપ તાલુકાના સંતરોડ સાલીયા ગામે વીજ કરંટ લાગતા એક ગાયનું મોત - At This Time

મોરવા હડપ તાલુકાના સંતરોડ સાલીયા ગામે વીજ કરંટ લાગતા એક ગાયનું મોત


મોરવાહડ તાલુકાના સંતરોડ ગામે આવેલ સંતરામપુર ચોકડી પર એક લોખંડનો વીજળીનો થાંભલો હતો જેની ઉપર ચોમાસાના લીધે કરંટ આવતો હતો આ વાતની જાણ કોઈને ન હતી આજ સાંજે સંતરોડ ગામના એક રહીશ ની માલિકીની ગાય એ લોખંડના વીજ થાંભલા નજીક જતા આ ગાયને કરન્ટ લાગેલ અને સ્થળ પર જ આ ગાયનું મોત થયું હતું.
એમ જી વી સી એલ નું સબ સ્ટેશન સંતરોડ ખાતે જ આવેલું છે. વારંવાર મરામત માટે મંગળવારે લાઈટ બંધ રાખવામાં આવે છે અને મરામત કરવામાં આવે છે.છતાં પણ આ લોખંડના વીજપોલ પર આવતા કરંટ બાબતની જાણ તેઓને નહીં હોય એ કઈ રીતે બની શકે? આ રીતના લોખંડના વીજ થાંભલા ઉભા કર્યા હોય તો સાવચેતી બાબતે કોઈપણ આડસ કે જાળી મારવામાં આવી ન હતી આ ગાયનું મોત એ એમજીવીસીએલની બેદરકારી નું પરિણામ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image