દાંતા ના જગતાપુરા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે 74 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન કરાયું - At This Time

દાંતા ના જગતાપુરા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે 74 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન કરાયું


દાંતા ના જગતાપુરા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે 74 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન કરાયું

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલ દાંતા જગતાપુરા શાળામાં 74 માં પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના પ્રતાંગણમાં રિટાયર્ડ આર્મી જવાનો ગેલોત જશવંતસિંહ અને ગેલોત પ્રવિણસિંહ ગ્રાહક સુરક્ષા પ્રમુખ દાંતા વિપુલભાઈ ગુર્જર શાળાના આચાર્યશ્રી સ્ટાફ મિત્રો ગ્રામજનો સાથે રહી શાળાની ધોરણ 10- 2022 માં આદિજાતિ ની વિદ્યાર્થીની તરીકે પ્રથમ નંબર મેળવનાર ખૈર પાયલબેન ના હસ્તે દીકરીની સલામ દેશને નામ ની ભાવના અપનાવી ધ્વજવંદન તિરંગા ને સલામ આપવામાં આવી

ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના માર્ગદર્શન અને બાળકો દ્વારા તૈયાર કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેમાં આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાનોનું શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ સાલ થી સ્વાગત કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત દેશભક્તિ ડાન્સ રજૂ કરવામાં આવ્યા તેમજ ગુજરાત સીડ્સ બેંક તથા ગિનિસ બુક ઓફ વર્લ્ડ નામ ધરાવનાર શાળાના શિક્ષક શ્રી નીરલભાઈ આર પટેલ દ્વારા લખાયેલ પુસ્તક લેખ દર્પણ નામના પુસ્તક નો વિમોચન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ મળી રહે અને બાળકોમાં શિક્ષણના આદર્શ મૂલ્યનું સિંચન થાય વિવિધતામાં એકતાની ભાવના વિકસે બાળકોમાં આત્મબળ વિકસિત થાય તેવા શ્રવણ નાટીકા, ઘુમર નૃત્ય, સંસ્કૃત ભાષા અભિનય ગીત આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમમાં આર્મી જવાન ગામના સરપંચ શ્રી ગામ આગેવાન શ્રીઓ ગંગવા માજી સરપંચ શ્રી પરબતભાઈ બારડ જેવા અતિથિ વિશેષ શ્રીઓએ હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યો હતો તેમ જ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક શાળાના આચાર્યશ્રી તેમજ તમામ શૈક્ષણિક સ્ટાફ બિન શૈક્ષણિક સ્ટાફ જોડે રહી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમનું સફળ આયોજન સંચાલન કરવામાં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon