જસદણ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવતા મંત્રી કુવરજીભાઈ બાવળીયા - At This Time

જસદણ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવતા મંત્રી કુવરજીભાઈ બાવળીયા


એક પેડ માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોએ છોડ રોપી સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું

સેવા, સ્વચ્છતા અને પર્યાવરણના ત્રિવિધ કાર્યક્રમો થકી જનજાગૃતિ અને લોક કલ્યાણ ઝુંબેશ પ્રબળ બનશે મંત્રી : કુંવરજીભાઈ બાવળીયા

(રીપોર્ટ વિજય ચૌહાણ)
આજથી શરૂ થતા રાજ્ય વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ અભિયાન અંતર્ગત જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન તેમજ એક પેડ માં કે નામ કાર્યક્રમ માં રોપા ઉછેર સાથે બંને કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ સેવા, સ્વચ્છતા અને પર્યાવરણના રાજ્ય વ્યાપી જનજાગૃતિ અને લોક કલ્યાણકારી અભિયાનની રૂપરેખા પુરી પાડતા જણાવ્યું હતું કે , પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના વિઝન થકી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના દિશાનિર્દેશમાં માનવ કલ્યાણ અર્થે દેશને સ્વચ્છતા સાથે સારુ સ્વાસ્થ્ય પૂરું પાડવા માટે સ્વચ્છતા અભિયાન તેમજ એક પેડ મા કે નામ અભિયાન ખૂબ જ મહત્વના સાબિત થઇ રહ્યા છે, સ્વચ્છતા અભિયાન માત્ર એક પખવાડિયા પૂરતું જ નહીં પરંતુ આપણા જીવનનો એક હિસ્સો બની રહે તે દિશામાં આપણે કાર્યરત રહેવા મંત્રીએ જણાવી આ સ્વચ્છતા અભિયાન માત્ર ઘર પૂરતું જ નહીં પરંતુ આપણી આસપાસ સોસાયટી નગર તેમજ સમગ્ર રાજ્ય અને દેશમાં આ અભિયાન સફળતાપૂર્વક આગળ વધે તે માટે સૌને સહભાગી થવા મંત્રીએ અપીલ કરી હતી.
સાથોસાથ પર્યાવરણનું મહત્વ સમજાવતા મંત્રીએ કહ્યું હતું કે, વૃક્ષો થકી ગ્લોબલ વોર્મિંગ સામે આપણે સુરક્ષિત રહી શકીશું, આ માટે મોટાપાયે વૃક્ષોનું રોપણ કરવુ જરૂરી છે તેમ જ વૃક્ષો થતી આપણને શુદ્ધ ઓક્સિજન મળી રહેતો હોય છે ત્યારે આવનારા સમયમાં આ વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે તેમ જણાવી વધુને વધુ લોકો વૃક્ષારોપણ તરફ પ્રેરાય તે માટે એક પેડ મા કે નામ એક માતાનું જતન કરતા હોય તે રીતે વૃક્ષનું જતન કરવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી.
આ તકે મંત્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીને ખાસ યાદ કરી તેઓના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે , તેઓનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને દેશ માટે તેઓ અવિરત કામગીરી કરતા રહે તેવી ઈશ્વર તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આ તકે રાજકોટ નગરપાલિકા ઝોનના પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાનીએ તેમના વક્તવ્યમાં સ્વચ્છતા અભિયાન તમામ નગરપાલિકાઓમાં વોર્ડ વાઇઝ ખૂબ જ સક્રિય પણે આગળ વધે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વિવિધ સંસ્થાઓના સહયોગથી આ જનજાગૃતિ અભિયાન ઘર ઘર સુધી ચેતના જગાવશે તે માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાનુ પણ તેમણે વિગત આપતા જણાવ્યું હતું.
જસદણની મોડેલ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સાંદિપની સ્કૂલની બાળાઓ દ્વારા સ્વચ્છતા નો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશન અર્બન- ગુજરાત દ્વારા સ્વચ્છતા અંગેનું શેરી નાટક રજૂ રજૂ કરાયું હતું, જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધ અને ઘરમાંથી નીકળતા કચરાનું વર્ગીકરણ કરી આપણે સ્વચ્છતામાં કઈ રીતે સહભાગી બની શકે તેની સમજ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આસપાસના વિસ્તારોમાં સઘન વૃક્ષારોપણ કરી પર્યાવરણનુ જતન કરતા વ્યક્તિઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ગ્રીષ્માં રાઠવા, મામલતદાર એમ ડી દવે, ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, અગ્રણીઓ સોનલબેન વસાણી, દીપુભાઇ ગીડા સંજયભાઈ કુબાવત, પંકજભાઈ ચાવ, જે.ડી. ઢોલરીયા કુલદીપભાઈ સહિતના અગ્રણીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.