ધ્રાંગધ્રા જિંદગી હોસ્પિટલનાં પગથિયાં ઉપર કાર ચડી ગઈ સદ્દનસીબે કોઈ જાનહાની નહિ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
તા.08/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધાંગધ્રા શહેરી વિસ્તારના જિંદગી હોસ્પિટલના પગથીયા પાસે રાત્રિ દરમિયાન એક કાર પગથિયા ઉપર ચડી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ફુલ જોરથી વાયરલ થઈ રહ્યો હતો કારચાલક દ્વારા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર જિંદગી હોસ્પિટલ ના પગથિયા ઉપર ચડી હતી જોકે આ કાર દ્વારા મોટરસાયકલને પણ અડફેટી લેતા ભારે નુકસાન થયું હતું પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી તપાસવામાં આવે તો ઘટનાની સાચી હકીકત બહાર આવી શકે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરી વિસ્તારના મધ્યસ્થમાં આવેલ જિંદગી હોસ્પિટલના પગથીયા પાસે રાત્રિ દરમિયાન એક કાર પગથિયા ઉપર ચડી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ફુલ જોરથી વાયરલ થઈ રહ્યો હતો આ વિડીયો જોતા કારચાલક દ્વારા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર જિંદગી હોસ્પિટલના પગથિયા ઉપર ચડી હતી જોકે આ કાર દ્વારા મોટરસાયકલને પણ અડફેટી લેતા ભારે નુકસાન થયું હતું જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં લાગી રહ્યું હતું કે જો કોઈ હોસ્પિટલના પગથિયા પાસે દર્દીના સગા બેસ્યા હોય તો મોટી જાનહાની થઈ શકવાની શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની જાણ થતા સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં મળતી વિગતો મુજબ કારચાલક કોઈ નામાંકિત બિલ્ડર હોય એવું પણ જાણવા મળ્યું હતું અને હિટ એન્ડ રનની ઘટના કે અચાનક વાહનમાં ખામી સર્જાતા અકસ્માત કે નશામાં મશગુલ.? તેવી લોકોમાં ચર્ચાઓ વહેતી થઈ હતી સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા જોવા મળી રહે છે કે ઊંચાઈ વાળા પગથીયા ઉપર કાર ચડી હતી આથી સોશિયલ મીડિયામાં વિડિયો જોવા વાળાને પણ અચરકતા લાગી હતી ત્યારે જો પોલીસે દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો સાચી ઘટનાની હકીકત સામે આવી શકે છે ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.