લાકડિયા મહાજન વાડી ના સામે ખાલી પડેલા પ્લોટ માં કચરાના ઢગલામાં અકસ્માતે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી - At This Time

લાકડિયા મહાજન વાડી ના સામે ખાલી પડેલા પ્લોટ માં કચરાના ઢગલામાં અકસ્માતે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી


આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી ખાલી પ્લોટ માં કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. સુકો કચરો હોવાથી જોતજોતામાં આખો ઢગલો આગની લપેટમાં આવી ગયો હતો. જેથી એક તબક્કે આગએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી

જેની જાણ પોલીસ મથકે કરતા તાત્કાલિક લાકડિયા પી.આઈ તેમજ પોલીસ મથકે થી સ્ટાફ દોડી આવ્યો હતો અને ગેલ ઈન્ડિયા કંપની ના ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી આગ વધુ પ્રસરતી અટકી હતી, અને આજુબાજુના ભાગ નુકસાની થતાં અટકી છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.