જેતપુરમાં વરસાદ સાથે માલિકોએ વહાવી દીધું કારખાનાનું દૂષિત પાણીજેતપુરના પાંચપીપળા રોડ વિસ્તારમાં ડાઇંગ ઉદ્યોગના પાણીથી રહેવાસીઓ ત્રાહિમામ
જેતપુરમા વરસાદ પડ્યો કે અમુક લેભાગુ કારખાનેદારોએ પોતાના કારખાનાનું પ્રદુષિત પાણી રોડ પર જ વહાવી દઇને નિકાલ કર્યાનો સંતોષ માની લેતાં પાંચપીપળા રોડ પર વિસ્તારના લોકોમાં ભારે રોષ છવાયો હતો
જેતપુરમા સાડી પ્રિન્ટીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક પ્રદુષણ માફિયાઓ જેવો વરસાદ શરૂ થાય કે તુરંત જ વરસાદના વહેતા પાણીની આડમા પોતાના સાડીના કારખાનાનું કેમિકલયુક્ત પ્રદુષિત પાણી જાહેર માર્ગો પર વહેતુ કરી દેવાના કિસ્સાઓ શહેરીજનો અને ગ્રામ્ય પંથકના લોકો માટે અને જીપીસીબી માટે સામાન્ય થતા જાય છે.
શહેરના જૂના પાંચપીપળા રોડ પર સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે અહી આવેલા રામેશ્વર નામના એક સાડીના કારખાનેદારે વરસાદ આવતાની સાથેજ પોતાના યુનિટનુ ગંદુ કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી જાહેર માર્ગ પર વહેતુ કરી દેતા આ વિસ્તારમાં આવે જનતાનગર માં ફેલાયું હતું અને પાણી ઘરો સુધી પહોંચ્યું હતું જ્યારે ડાઇંગ એંડ પ્રિન્ટિંગ એસોસિએશનના નિયમ પ્રમાણે આ પાણી ટેન્કરો મારફતે એસોસિએશન સંચાલિત પોલ્યુટેડ વોટર ટ્રીટમેંટ પ્લાન્ટ પર પોતાના ખર્ચે અને જવાબદારીએ પહોંચાડવાનું હોય છે. પરંતુ વરસાદની સાથે વહેડાવી દેતા લોકો પરેશાન થયા હતા અને આક્ષેપો પણ કર્યા હતા. આ પાણીથી લોકોના સ્વાસ્થય અને ચામડીના રોગો થવાના સંભાવનાઓ રહેલી છે. સ્થાનિકોએ જીપીસીબી તંત્ર પર આક્ષેપો કર્યા હતા અને અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોય તેવું જણાવ્યું હતું
અહેવાલ આશિષ પાટડીયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.