આશ્રમ શાળામાંથી ગુમ /અપહરણ થનાર સગીરવયના બાળકિશોરને ગણતરીના કલાકોમા શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ - At This Time

આશ્રમ શાળામાંથી ગુમ /અપહરણ થનાર સગીરવયના બાળકિશોરને ગણતરીના કલાકોમા શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ


પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા અવાર નવાર ડ્રાઇવનું આયોજન કરવામાં આવતુ હોય જે અનુસંધાને ના.પો.અધિ.શા.શ્રી કમલેશ વસાવા સાહેલ નાઓના માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર નાઓએ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને અપહરણ તથા ગુમ થયેલાઓને શોધી કાઢવા સુચના આપેલ.

જે આધારે બાલાસિનોર તાલુકા પો.સ્ટે એ પાર્ટ ગુ.૧૧૧૮૭૦૧૧૨૪૦૨૯૮/૨૦૨૪ બી.એન.એસ કલમ.૧૩૭(૨) મુજબનો ગુન્હો તા.૧૭/૧૦/૨૦૨૪ ના કલાક-૧૮/૫૫ વાગે નોંધાયેલ જે ગુન્હાના ફરીયાદીએ ફરીયાદ આપેલ કે હરીઓમ આશ્રમ શાળા પાંડવા ખાતે ધોરણ-૬ મા અભ્યાસ કરતા રાહુલભાઈ હરેશભાઈ તાવીયાડ ઉ.વ.૧૧ રહેડેમલી તા.શહેરા જી.પંચમહાલ નાનો ગઇ તા. ૧૧/૧૦/૨૦૨૪ ના બપોરના ચોરીછુપીથી આશ્રમ શાળામાંથી નીકળી ગયેલ છે જેની આશ્રમ શાળાના શીક્ષક તથા છોકરાના વાલી વારસ દ્વારા તપાસ કરવા છંતા મળી આવેલ નથી જેવી ફરીયાદ આધારે આગળની તપાસ પો.સ.ઇ શ્રી એન.એમ.ભુરીયા સાહેબ નાઓએ સંભાળી તરત જ આશ્રમ શાળા ખાતે ગુમથનાર રાહુલભાઇ તાવીયાડ સાથે અભ્યાસ કરતા તથા તેની સાથે રહેતા બાળકોની પુછપરછ કરતા જાણવા મળેલ કે તે આશ્રમ તેના મિત્રોને ગામમા તેના પિતા પાસે પૈસા નખાવી લેવા માટે ગયેલા કે તે તેના મામાના ઘરે જવાની વાત કરતો હતો તેવી માહીતી છોકરાઓ પાસેથી મળેલ હતી જે આધારે પાંડવા ગામમાં જ્યાં જ્યાં અગાઉ આશ્રમ શાળામાં રહેતા બાળકો પૈસા નખાવતા હતા તે તમામ દુકાનદારોની પુછપરછ કરતા કોઇ ફળદાયી હકીકત મળેલ નહી અને આ ગુમથનાર સગીરવયના બાળક પાસે ન તો મોબાઇલ હોય કે તેની પાસે પૈસા પણ ન હોવાની જાણ તપાસ દરમ્યાન થયેલ જેથી પો.ઇસ એ.બી દેવધા સાહેબ તથા પો.સ.ઇ શ્રી એન.એમ.ભુરીયા સાહેબ નાઓએ અલગ અલગ ટીમ બનાવી બાલાસિનોર દેવ તરફથી કોઠંબા તેમજ લુણાવાડા અને કોઠંબા થી શહેરા તરફ લોકલ પેસેંજર ગાડીઓ ચલાવતા ડ્રાયવરો સાથે રૂબરૂ વાતચીત કરી તેમને આ ગુમ થનાર છોકરાઓ ફોટો આપવામા આવેલ હતો અને સોશ્યલ મીડીયામા જુદા જુદા ગ્રુપમા તેમજ સપર્કમા હોય તેવા તમામ સરપંચશ્રી નાઓએ પણ ફોટાઓ મોકલવામા આવેલ અને ચોકડી પર આવતા તમામ દુકાન દારોની, મંદિરો તમામ જગ્યાએ ટીમો દ્વારા તપાસ કરવામા આવેલ જે આધારે સોશ્યલ મીડીયા ગ્રુપથી મેસેજ ફરતા થતા ગુમ થનાર બાળ કિશોર કલ્યાણપુરા ગામે રોડની બાજુમાં તબ્બે બાધી રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા કમલેશભાઇ ભીમાભાઇ ટારીયા (ભરવાડ) નાઓ પાસે હોય જેથી તેમણે પોલીસનો સપર્ક કરેલ અને બાળક તેમની પાસે હોવાની જાણ કરેલ જેથી પોલીસે તરત ત્યાં જઇ તપાસ કરતા ગુમ થનાર બાળકિશોર સહી સલામત મળી આવેલ અને આમ આશ્રમ શાળામાંથી કહ્યા વગર નીકળી ગયેલ બાળકિશોરના ગુમ થયા અંગે ગુનો દાખલ થયેના ગણતરીના કલાકોમા શોધી કાઢી તેના માતા-પિતાને સોપવામા આવ્યો તેમજ આ કામે બાળકને આજદિન સુધી પોતાની પાસે સહી સલામત રીતે રાખેલ તે કમલેશભાઇ ભીમાભાઇ ટારીયા (ભરવાડ) નાઓનુ સન્માન કરી પ્રશંશનીય કામગીરી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.