ભાભરના ખારા ગામે રવિ કૃષિ મહોત્સવ યોજાયો…
ભાભરના ખારા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિહ પરમારના અધ્યક્ષ સ્થાને બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ મેળો યોજાયો હતો જેમાં ભાભર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક , ઓર્ગેનિક ખેતી તરફ વાળવા તથા સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ કઇ રીતે મળે તેમજ વિવિધ ખેત પેદાશો , સરકાર શ્રીની સબસિડી સહિત વધુમાં વધુ ખેત ઉત્પાદન કઇ રીતે મેળવી શકાય તે અંગે કૃષિ તજજ્ઞો, અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ વિવિધ ખેત ઉપયોગી સ્ટોલો પ્રદર્શન માટે ખુલ્લા મુકવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનુ સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી વિભાગ અધિકારીઓ, મામલતદાર ભાભર, તાલુકા વિકાસ અધિકારી મોઢેરા,ખારા સરપંચ અશોકભાઇ ચૌધરી, તલાટી શ્રીઓ, ગ્રામ સેવકો, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત રાજકીય આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ..
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.