જસદણ વાસીઓમાં રામનવમીનો ભારે ઉત્સાહ: શુભેચ્છા પાઠવતા નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી
આજે જસદણ શહેરમાં ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રામભક્તો ઉત્સાહથી જૂમી ઉઠ્યા હતા. ખુલ્લી જીપમાં ભગવાન શ્રી રામની મૂર્તિ રાખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હજારો બાઈક, ઊંટ સવારી, ઘોડાસવારી, ખાસ કરીને હનુમાનજી મહારાજની જે બુલેટ ની સવારી લોકોને આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાથે જસદણના તમામ શ્રદ્ધાળુ ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શોભાયાત્રા ગાયત્રી મંદિરથી વિછીયા રોડ સંજયભાઈ રાજપરાના ડેલા સુધી નીકળી હતી. ત્યારે જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ જસદણ વાસીઓને રામનવમી શુભકામના પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
