રેલવેના ડિવિઝનલ એન્જિનીયરના મકાનમાંથી રૂ.1.65 લાખની ચોરી
રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહેતા અને રેલવેમાં ડિવિઝનલ એન્જિનિયર તરીકે નોકરી કરતા પલાસ અનીલ પગારીયા ( ઉ.વ. 29 ) ના મકાનને નિશાન બનાવી તસ્કરો તાળા તોડી દાગીના અને રોકડ મળી કુલ રૂા . 1.65 લાખની ચોરી કરી ગયાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે .
ફરિયાદી પલાસ અનીલભાઈ પગારીયા (ઉ.વ.29) (રહે. કોઠી કંમ્પાઉન્ડ બંગલા નં.33) એ જણાવ્યું હતું કે હુ તથા મારી પત્ની છેલ્લા 14 મહિનાથી સરકારી બંગલામાં રહીએ છીએ અને રાજકોટ રેલ્વેમાં પૂર્વ વિભાગમાં ડીવીઝનલ એન્જીનીયર તરીકે ફરજ બજાવુ છુ.ગત તા. 23 બપોરના આશરે ત્રણેક વાગ્યે હુ તથા મારી પત્ની બંન્ને જણા મારે રજા હોવાના કારણે રાજકોટથી ઉદયપુર જવા નીકળેલ હતા.
તા.24 હુ ઉદયપુર હતો તે વખતે સવારના આશરે અગીયાર વાગ્યાના અરસામાં અમારી ઓફિસમાં ફરજ બજાવતા પ્રદિપભાઇનો મારા મોબાઇલમાં ફોન આવેલ કે તમારા બંગલાનો મુખ્ય દરવાજો ખુલ્લો છે અને ચોરી થયાનું જણાવી મકાનની અંદર જઇ વિડીયો કોલ કરી દેખાડતા મારા બેડરૂમમાં આવેલ અલમારીનો તેમજ કબાટમાં રહેલ કપડા તેમજ ઘરવખરીનો સરસામાન વેરવિખેર હાલતમાં પડેલ જોવા મળેલ હતો.
ત્યારબાદ આજે હું તથા મારી પત્ની અહી રાજકોટ આવેલ અને મારા બંગલામાં ચોરી બાબતે તપાસ કરતા મારા બેડરૂમના અલમારીના લોકરમાં બ્લેક કલરનું પાઉચ જેમાં રૂપિયા 1 લાખ રાખેલ હતા તેમજ એક બીજા મારી પત્નીનુ પર્સ જેમા રૂપિયા 27 હજાર તેમજ ડ્રોઅરમાં રોકડા રૂ 5800 તેમજ સોનાની આંગળામાં પહેરવાની નાની ચાર રીંગ તેમજ એક જોડી બુટી રાખેલ હતી જે મળી કુલ રૂ.1.65 લાખના મુદામાલની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પ્ર નગર પોલીસ મથકના સ્ટાફે સિસિટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.