નવનિયુક્ત હોદેદારો દ્વારા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોશીએશનના દરેક મેમ્બરો ને જળ સંચય કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે ભવ્ય મીટીંગનું આયોજન. - At This Time

નવનિયુક્ત હોદેદારો દ્વારા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોશીએશનના દરેક મેમ્બરો ને જળ સંચય કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે ભવ્ય મીટીંગનું આયોજન.


નવનિયુક્ત હોદેદારો દ્વારા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોશીએશનના દરેક મેમ્બરો ને જળ સંચય કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે ભવ્ય મીટીંગનું આયોજન.

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નવનીત પ્રમુખ અમૃતભાઈ ગઢીયા દ્વારા જળ સંચયના કાર્યને વધુમાં વધુ વેગ આપવા માટે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં વરસાદી પાણી માટે બોર રિચાર્જ તો કરવો જ જોઈએ પણ સાથે સાથે બારે મહિના દરેક લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે વ્યક્તિદીઠ સામાન્ય રીતે ત્રણ થી પાંચ લીટર સ્ટોરેજ ના હિસાબે એક વ્યક્તિ દીઠ 1500 લીટર પાણીનું જતન થાય તે ખૂબ જરૂરી છે, તો સમાજમા પાણીજન્ય રોગ ખૂબ ઘટે છે.
પડવલા-લોઠડા ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જેન્તીભાઈ સરધારા દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેના માટે દરેક ઇન્ડસ્ટ્રીઝના માલિકોને વિનતી સાથે જણાવેલ કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પાણી બનાવી નથી શકતા પણ તેનું યોગ્ય જતન કરી સંપૂર્ણ જીવ સૃષ્ટિ સાથે માનવજાતનું રક્ષણ થાઈ અને દેશની આર્થિક સમૃધીમાં વધારો થાઈ તેના માટે આપડે દરેક લોકોએ આ કાર્યમાં જોડાઈ અને પાણીના ટાંકામાં અગાસી અને છાપરાના પાણી રીચાર્જ બોર માં ઉતારવા જોઈએ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખેતતલાવડી અને ચેકડેમ બનાવવા સહભાગી બનવા માટે આપણે જોડાવવું જોઈએ.
શાપર રાજન ટેકનો કાસ્ટ ના અગ્રણી ઉદ્યોગપતિ પરસોત્તમભાઈ ટીલાળા દ્વારા વિશાળ ચેકડેમ બની રહ્યો છે તેમાં દરેક ઇન્ડસ્ટ્રીઝના લોકો જોડાઈ અને ફૂલની તો ફૂલની પાંખડી તેવું સમજાવીને કહેલ કે, શાપર ઇન્ડસ્ટ્રીઝમાં 3500 થી વધુ ઇન્ડસ્ટ્રીઝ છે જો દરેક લોકો નાનો મોટો સહયોગ આપે તો દરેકને શુદ્ધ પાણી મળે અને કાયમી માટે પાણી પ્રશ્ન હાલ થાય
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં અનેક ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ કાર્યને વધુ વેગ મળે તેના માટે ગીરગંગા ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ,રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, જેન્તીભાઈ સરધારા, મિતલભાઈ ખેતાણી, પરસોતમભાઈ ટીલાળા, નવનિયુક્ત પ્રમુખશ્રી અમૃતભાઈ ગઢીયા, મંત્રીશ્રી અશ્વિનભાઈ વસાણી, ઉપપ્રમુખશ્રી દુષ્યંતભાઈ ટીલાળા, ઉપપ્રમુખશ્રી દિલીપભાઈ ઝાલાવડિયા, ભરતભાઈ ટીલવા, ભરતભાઈ પરસાણા, પરસોતમભાઈ કમાણી, ગોપાલભાઈ બાલધા, જી,પી.સી,બી. અધિકારી મકવાણા સાહેબ, મામલતદારશ્રી જી.બી.જાડેજા, અશ્વિનભાઈ ગઢીયા, સરપંચશ્રી જયેશભાઈ કાકડિયા, વેરાવળ ગ્રામ પંચાયત રવિરાજસિહ જાડેજા, કોટડાસાંગાણી પ્રમુખશ્રી જાડેજા ભાઈ કિશોરભાઈ કાથરોટિયા, ઉપપ્રમુખશ્રી કાકડિયા ભાઈ, મનીષભાઈ માયાણી, પ્રવીણભાઈ ભુવા, ભરતભાઈ ભુવા, અશોકભાઈ મોલિયા, વિઠલભાઈ બાલધા, વગેરે અગ્રણીઓ હાજર રહયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.