રાજુલા શહેરમાં શ્રીમતી ટી. જે. બી. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો
રાજુલા શહેરમાં શ્રીમતી ટી. જે. બી. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો
રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી ત્રિ.જ.ભા સંઘવી કન્યા વિદ્યાલય ખાતે વિદાય સમારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતુ . જેમાં આ શાળાના સારસ્વત બહેન શ્રી રૂપલબેન રાવળ તેમની માતૃ સંસ્થામાં રિકોલ થતાં તેમ જ આ શાળાના શિક્ષક શ્રી મયુરભાઈ ઉપાધ્યાય જે આચાર્ય તરીકે નિયુક્ત થતા તેમજ આ જ શાળાના અલ્પકાલીન સેવાર્થે આવેલ સેવક શ્રીસોમાતભાઈ ડોડીયા આ ત્રણ કર્મચારીઓનો વિદાય સમારંભ આ શાળામાં ભવ્યથી ભવ્ય રીતે યોજાયો કાર્યક્રમ ની શુભ શરૂઆત આમંત્રિતો મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો. ત્યારબાદ આમંત્રિત મહેમાનોને પુષ્પ ગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવેલ ત્યારે શાળાના આચાર્યા શ્રી સીમાબેન પંડ્યા દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલું તેમજ આ શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવેલી તેમજ આ શાળામાં ધોરણ નવ દસ અગિયાર અને બાર માં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દાતાઓ તતેમજ તેમજ શાળા દ્વારા આમંત્રિત મહેમાનોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવેલું તેમ જ ધોરણ દસ તેમજ બાર ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભનું આયોજન પણ આ કાર્યક્રમ સાથે કરવામાં આવેલું ખાસ આ શાળાના વિદાય પામતા શિક્ષક શ્રી રૂપલબેન રાવળ ને જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે આ વિદાયના સમયે જે રીતે દીકરીના પ્રસંગમાં વિદાય આપતી વખતે સર્જાય તેવા લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા ત્યારે શાળા ની તમામ વિદ્યાર્થીનીઓની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. આ વિદ્યાર્થીની ઓ દ્વારા આ શિક્ષકો પ્રત્યે જ્યારે લાગણી હોય ત્યારે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આ શાળા ના પહેરેલા યુનિફોર્મમાં શિક્ષક પ્રત્યેની લાગણી બતાવતા સૂત્રો - સુવિચારો જ્યારે વિદ્યાર્થીને ઓ દ્વારા યુનિફોર્મ માં લખવામાં આવતા વિદાય પામી રહેલ પારુલ બેન પણ રડી પડ્યા વિદ્યાર્થીનો દ્વારા માર્કર પેનથી યુનિફોર્મ ઉપર ટીચર અમે તમને પ્રેમ કરીએ છીએ , ટીચર આપ અમારા માતા-પિતા સમાન છો જેવા વિવિધ સ્લોગન લખી આ શિક્ષક પ્રત્યે આ વિદ્યાર્થીનીઓએ લાગણી બતાવેલ અંતમાં તમામ ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીની ઓ એ રૂપલબેન રાવળ પાસે પોતાના ઓટોગ્રાફ પણ લીધેલા ત્યારે આવી આજ સુધીમાં રાજુલા શહેરમાં ક્યારેય કોઈપણ શાળામાં વિદાઈ જોવા મળી નથી જોકે વિદાય ધણી શાળાઓમાં થતી હોય છે પરંતુ આવી વિદાય જ્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓની જે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા તેવા દ્રશ્યો આજ સુધી ક્યાંય જોવા મળ્યા નથી ત્યારે શાળાના શિક્ષક રૂપલબેને પણ પોતાનો આભાર વ્યક્ત કરેલો અને સાથે સાથે શાળાના ફરજ પરના સમય દરમિયાન કોઈપણ ક્ષતિ હોય ત્યારે આ ક્ષતિ એક બહેન દીકરી માની અને મને માફ કરશો તેવું અંતમાં જણાવેલું સમગ્ર કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો હાજર રહી આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે શાળાના આચાર્યા શ્રી સીમા બહેન પંડ્યાએ સૌ કોઈનો આભાર વ્યક્ત કરેલો સમગ્ર કાર્યક્રમની ઉદ્ધોષણા શ્રી પરેશભાઈ લુણાગરિયા દ્વારા કરવામાં આવી હતી. આભાર વિધિ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી પી. ડી. ભર્ગા એ કરેલી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી .
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
