ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે વરસાદ ના પગલે ત્રણ વીજપોલ ધરાશાઈ થયા. - At This Time

ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે વરસાદ ના પગલે ત્રણ વીજપોલ ધરાશાઈ થયા.


ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ખરાડ ફળિયા માં વરસાદના પગલે ત્રણ જેટલા વીજપોલ ધારાશાઈ થયા છે. આ વીજપોલ ખેતરોમાં પડ્યા ને લગભગ એક મહિના નો સમય થવા આવ્યો છે પરંતુ ગરબાડા MGVCL ના કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા આ વીજપોલ ને ખેતરોમાંથી હટાવી ફરીથી ઊભા કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ નથી જેના કારણે ખેડૂતો દ્વારા વીજ ડરથી ખેતરો માં જવાનું બંધ કરી દીધેલ છે માટે MGVCL દ્વારા પડી ગયેલ વીજપોલ ને ખેતરો માંથી હટાવી કામગીરી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ KB લાઈન થી ઝરીબુઝર્ગ 150 થી વધારે ખેડૂતો સિંચાઈ માટે આ લાઈન નો ઉપયોગ કરતા હોય છે
આ વીજપોલ ને જમીનની અંદર વધારે ઊંડાણ કરી રોપવામાં ન આવતા તથા જે સિમેન્ટ નો માલ નાખવામાં આવેલ છે તે ની કામગીરી યોગ્ય રીતે નહીં કરવાના કારણે તેમજ બેદરકારી પૂર્વકની કામગીરીના કારણે વીજપોલ ધરાશાઈ થયા હોય તેમ સામે આવ્યું છે.
આ બાબતે MGVCL ના અધિકારી જોડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ગામ તળના ના પડેલા થાંભલા ઉભા કરવામાં આવ્યા છે અને ખરાડ ફળિયાની સામે પડેલ થાંભલા ની તપાસ કરીશું તેમજ જો ખેડૂતો પાસે વીજ મીટર નહિ હોય તો તે વીજપોલ ના સમારકામ ની કામગીરી કરાવવી નકામી છે તેમ જણાવ્યું હતું.

ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગમાં વરસાદના કારણે ત્રણ જેટલા વીજપોલ ધરાશાઈ થયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.