લાઠીદડની શ્રી ઉમિયા મહિલા ફેરવેલનું આયોજન કરાયું; ડાન્સ, સ્પીચ,સોંગ દ્વારા વિદ્યાર્થી બહેનોએ પ્રસ્તુતિ કરીતેમજ બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફેરવેલ નું આયોજન કરવામાં આવેલું હતું .આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના ઉપપ્રમુખ નાગરભાઈ થડોદા, મંત્રી ધીરુભાઈ ભુંગાણી ,શિક્ષણ સમિતિના ચેરમેન એ. ડી. ભાઈ ભાવનગરીયા હાજર રહ્યા હતા.જેમા કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુદા જુદા ડાન્સ, સ્પીચ, સોંગ ,દ્વારા વિદ્યાર્થી બહેનોએ પ્રસ્તુતિ કરી હતી અને વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કરેલ બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં કોલેજ અને માધ્યમિકના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફગણ હાજર રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ. ડી. ભાઈ ભાવનગરીયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
