સોજા હાઈસ્કૂલનું ગૌરવ. - At This Time

સોજા હાઈસ્કૂલનું ગૌરવ.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શાળાંત પરીક્ષા માર્ચ 2024 નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" નું SSC પરીક્ષાનું પરિણામ 88.05 % આવ્યું છે.
શાળાની વિદ્યાર્થિની ઠાકોર નિકિતા ગણપતજી એ 90.50 % ગુણાંકન સાથે શાળામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરેલ છે.
શાળાની વિદ્યાર્થિની પટેલ ક્રિષ્ણા મુકેશભાઈ 89.33 %સાથે દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે અને ઠાકોર ઉષા બાબુજી એ 87.66 % પ્રાપ્તાંક મેળવી તૃતીય સ્થાન મેળવ્યું છે.
સમગ્ર સારસ્વત પરિવાર અને કેળવણી મંડળ તરફથી ઉત્તીર્ણ થનારા અધ્યેતાઓને હ્રદયસ્થ અભિનંદન પાઠવવામાં આવ્યાં છે એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image